Gujarat

આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગાર ગામે ભેંસદડિયા પરિવારના વયોવૃધ્ધ દંપતી ના સભ્યો દ્વારા “”જીવતા જગતિયું”” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…………

મોટી બાણુગાર ગામે રહેતા ભવાનભાઇ કરશનભાઇ ભેંસદડિયા ઉ.85 અને તેમના પત્ની દિવાળીબેન ભવાનભાઈ ભેંસદડિયા ઉ.80 હાલમાં જીવન જીવી રહ્યા છે. તેમના પરિવાર માં ત્રણ દીકરા અને બે દીકરી છે. બધા વ્યવસ્થિત સાધનસમ્પન ધરાવે છે. તેમાં સ્વ.ચંદ્રકાન્તભાઈ બી.ભેંસદડિયા( psi)હતા. સ્વ.હેમંતભાઈ બી ભેંસદડિયા (શિક્ષક)હતા. ધીરુભાઈ બી.ભેંસદડિયા(SRP)નિવૃત છે. આમ આ ત્રણેય સંતાનો ના પરિવાર ના સભ્યો દ્વારા માતા પિતાની મજૂરી લઈ ને નવો માર્ગદર્શન સમાજને પુરૂ પાડ્યું છે. કે કોઈ પણ સમાજમાં નાના કે મોટા વ્યક્તિ નું દુઃખદ અવસાન પામ્યા પછી તેમના પરિવાર તરફથી હિન્દુ ધર્મ પ્રમાણે તેરમાં દિવસે સ્વજનો ની પાછળ ઉત્તર ક્રિયા કરવમાં આવે છે. અને પરિવારના લોકોને ભેગા કરી ને સાથે બેસીને સમાજની રીત રસમ મુજબ બહેન.. દીકરીઓ ભાણેજ ને લહાણીઓ આપવામાં આવે છે. અને બધા સાથે બેસી ને ભોજન લેવા માં આવે છે. અને આજ રોજ પણ સગા વ્હાલા સ્નેહી મિત્રો ને બોલાવી ને બધા ની સાથે હળીમળીને માતા પિતા નું સન્માનિત કરવામાં આવેલ છે. અને માતા પિતાની જીવતા પોતાના પરિવાર દ્વારા નઝર સમક્ષ બધા સગાઓએ સાથે મળી ને હરખ હરખમાં ભોજન સાથે લીધું હતું………………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………………

Screenshot_2023-03-19-13-03-36-00.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *