Gujarat

આજ રોજ જોડિયા ગામે મેઈન બજારમાં જૂની પોલીસ ચોકી હતી. તે નવી બનાવી ને પોલીસ મહાનિરિક્ષક સાહેબ શ્રી અશોક કુમાર યાદવ ( IPS) સાધુ સંતો ના વરદ હસ્તે ચાવડી પોલીસ ચોંકી ને ખુલ્લી મુકવામાં આવી હતી………

આ કાર્યક્રમ માં IPS અધિકારી અશોક કુમાર યાદવ..જામનગર જિલ્લા જિલ્લા પોલીસ વડા પ્રેમસૂખ ડેલુ.. જામનગર નાયબ પોલીસ વડા એમ.બી.સોલંકી.અને કુનડલિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ.ભાદરા સ્વામીનારાયણ મંદિરના મહંતશ્રીઓ હાજર રહ્યા હતા. અને અશોક કુમાર યાદવ સાહેબ નું અને  પોલીસ વડા નું સાધુ સંતો એ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કુંડલિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી એ શાલ ઓઢાડી અને સુમુર્તી ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ગામના અન્ય આગેવાનો એ ત્રણેય અધિકારી ઓનું સન્માન કરવામાં આવેલ છે. અને આ પોલીસ ચોકી મેઇન બજારમાં હોવાથી જોડિયા ગામના મહિલાઓની ખરીદી માટે ની ઉત્તમ જગ્યાએ પોલીસ ચોકી કાર્યરત થઈ છે.મહિલાઓમાટે  ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમમાં IPS સાહેબ નું ગાર્ડ ઓફ ઓનર બેન્ડ પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. અને જામનગર. ધ્રોલ. જોડિયા પોલીસ સ્ટેશન PSI ગોહિલ સાહેબ અને તેમનો સ્ટાફ ખડેપગે કાર્યરત હતા. અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અને SOG ની ટીમ હાજર રહ્યા હતા.અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….

IMG20230525183413.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *