Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નડિયાદ ખાતે ‘’ ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ‘’ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નડિયાદ ખાતે ‘’ ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ‘’ યોજાશે

તા.૨૯/૦૪/૨૦૨૩ શનિવારના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ યોજવામાં આવશે

રાષ્ટ્રિય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા (NIPCCD) તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, નવી દિલ્હીની સૂચના મુજબ જિલ્લામાં બાળ સંભાળ સંસ્થામાં આશ્રય લઇ રહેલા બાળકો માટે ‘’ ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ ‘’ ની ઉજવણી કરવામાં આવશે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એકટ – ર૦૧૫ હેઠળ નોંઘાયેલ બાળ સંભાળ સંસ્થાઓના બાળકોની અંદર રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરીને ખીલવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘’ ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ ‘’ સ્પોર્ટસ ચેમ્પિયનશિ૫ ટુર્નામેન્ટનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નડિયાદ ખાતે તા.૨૯/૦૪/૨૦૨૩ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બાળ સંભાળ સંસ્થામાં રહેતા બાળકોને તેમની વયજુથ પ્રમાણે ઇન્ડોર ગેમ્સ તથા આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિઘ રમતો જેવી કે ૧૦૦ મીટર દોડ, ૧૦૦ મીટર ટપા દોડ, લોન્ગ જમ્પ, કબડી, લુડો, કેરમ વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડા જિલ્લાની માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદ તથા હિન્દુ અનાથ આશ્રમ, નડિયાદના તમામ બાળકો વિવિઘ રમતોમાં ભાગ લેનાર છે. જેમાં છોકરા-છોકરીઓ અને વય જુથ પ્રમાણે પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનાર બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા પ્રમાણ૫ત્ર તથા શિલ્ડ એનાયત કરી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવનાર છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી મહેશ ૫ટેલ, દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *