Gujarat

આણંદમાં વેપારીએ કારના ડ્રોઅરમાં મુકેલા રૂપિયા અઢી લાખ રોકડા લઇ અજાણ્યો શખ્સ ફરાર

આણંદ
આણંદ શહેરના સલાટીયા રોડ પર રહેતા વેપારીએ તેની કારના ડ્રોઅરમાં રોકડા રૂ.અઢી લાખ મુક્યાં હતાં. જે કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે ઘરે પહોંચ્યાં બાદ વેપારીને જાણ થતાં તેઓએ તુરંત પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના સલાટીયા રોડ પર આવેલી હાલાણી હાઈટ્‌સમાં રહેતા શાહબુદ્દીન અલ્લાઉદ્દીન વઢવાણીયા શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ ૯મી જાન્યુઆરીના રોજ વેપાર અર્થે આવેલા રોકડા રૂ.અઢી લાખ તેમની કારના ડ્રોઅરમાં મુક્યાં હતાં. બાદમાં તેઓ ઘરે જવા નિકળ્યાં હતાં. જાેકે, રાત્રે ઘરે પહોંચ્યા તે સમયે તેમની કારના ડ્રોઅરમાંથી રોકડા રૂ.અઢી લાખ જાેવા મળ્યાં નહતાં. આથી, તેઓ ચોંકી ગયા હતા અને આમતેમ તપાસ કરવા છતા મળી આવ્યાં નહતાં. આખરે આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે રૂ.અઢી લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પુવારને સોપી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *