આણંદ
આણંદ જિલ્લામાં ગત ૧૧મી જાન્યુઆરીએ ૨ એનઆરઆઇના રીપોર્ટ પોઝિટીવ આવ્યાં હતા. ત્યારબાદ એક પણ નવો કેસ નોંધાયો ન હતો. બરાબર એક માસ બાદ દુબઇથી આવી રહેલા બોરસદના યુવકનો એરપોર્ટ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમ અત્યાર સુધી વિદેશથી આવેલા ચાર એનઆરઆઇ રીપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જયારે સ્થાનિક સંક્રમણના કેસ માત્ર ૨ નોંધાયા છે. જાે કે હાલમાં બેવડી ઋતુ હોવાથી નાગરીકો તકેદારી રાખવી જરૂરી છે. બોરસદ શહેરનો ૨૨ વર્ષનો યુવક દુબઇ નોકરીધંધા માટે ગયો હતો. છેલ્લા ત્રણ માસથી દુબઇ હતો. જે શનિવારે અમદાવદા એરપોર્ટ ઉતર્યો હતો. બહારથી આવતાં તમામ લોકોના આરટીપીસી આર ટેસ્ટ કરવામાં આવે છે. બોરસદના યુવકનો ટેસ્ટ કરવામાં આવતાં કોરોના પોઝિટીવ આવ્યો છે. તેને નોર્મલ સિમટમ્સ છે. હાલ તેના ઘરમાં અન્ય ત્રણ વ્યક્તિઓ છે તેમના પણ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તમામને કોઈ પણ જાતની અસર થયેલ નથી અને જે પોઝિટિવ વ્યક્તિ છે તે પણ સામાન્ય લક્ષણો ધરાવે છે હાલ તે ઘરે જ એક અન્ય રૂમમાં હોમ આઇ સોલેટ કરી સારવાર કરાઇ રહી છે.


