Gujarat

આતરસુંબા ખાતે ક્ષત્રિય સમાજનો સાતમો સમુહલગ્ન સમારોહ યોજાયો..

કપડવંજ તાલુકાના આતરસુંબા મુકામે ક્ષત્રિય સમાજનો સાતમો સમુહલગ્ન સમારોહ કપડવંજ કઠલાલ વિધાનસભાના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય માનનીય  રાજેશભાઈ ઝાલા તથા ખેડા જિલ્લા સહકારી સંધના ચેરમેનશ્રી અને અમૂલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ નવાગામ તથા પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી તથા આતરસુંબા પૂર્વ સરપંચ  રાજેશભાઈ શર્મા અને કાભઈના મુવાડા પૂર્વ સરપંચ શ્રી દિનેશભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી કેયા પાર્ટી પ્લોટ આતરસુંબા ખાતે યોજાયો હતો.
શ્રી હરસિધ્ધિ યુવક મંડળ આયોજિત અને આતરસુંબા શ્રી કેયા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજના આ સાતમા સમુહલગ્ન સમારોહમાં કુલ 33 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ પ્રસંગે કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ સમાજ ઉપયોગી આવા સુંદર સમુહલગ્નના આયોજન બદલ સર્વે આયોજકોને અભિનંદન પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવ દંપતિઓને સફળ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
અમુલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ નવાગામ દ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરી સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાજ ઉપયોગી ઉમદા કાર્ય એવા સમુહલગ્ન સમારોહમાં વિનામૂલ્યે પોતાનો પાર્ટી પ્લોટ તથા આનુસંગિક સેવાઓ વિના મૂલ્યે પુરી પાડતા આતરસુંબાના વતની અને શ્રી કેયા પાર્ટી પ્લોટના માલિક બળદેવભાઈ પટેલ ગાંધીનગર વાળાનું ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા અને અમૂલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાભઈના મુવાડા પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોરે તથા તમામ આયોજકો એ અમૂલ્ય સેવાઓ દ્વારા સમુહલગ્ન સમારોહને સફળ બનાવ્યો હતો.
આતરસુંબા ખાતે યોજાયેલ આ સાતમા સમુહલગ્ન સમારોહમાં ધોળાકુવા સરપંચ રણજીતસિંહ ઝાલા, બિલાસિયા સરપંચ અરવિંદસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, આતરસુબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા, કાભઈના મુવાડા પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર, નિકોલ પૂર્વ સરપંચ જયેશભાઈ પરમાર, અરાલ પૂર્વ સરપંચ નટુભાઈ ડાભી,રાજુભાઈ સોલંકી કરકરીયા, મહેશભાઈ સોલંકી સહિત વિસ્તારના તમામ ગામોના આગેવાનો અને નવદંપતિઓના સ્નેહીજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્માએ કર્યું હતું.
જ્યારે કાભઈના મુવાડા પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર,રાજુભાઈ સોલંકી કરકરીયા, જયેશભાઈ પરમાર, મહેશભાઈ સોલંકી રાજેશભાઈ શર્મા, કિશનભાઈ ઠાકોર, જન્મેજય શર્મા,  બળવંતસિંહ સોલંકી ભાણાવત સહિતના  હરસિધ્ધિ યુવક મંડળના તમામ આગેવાન કાર્યકરોએ ખૂબ જ સુંદર આયોજન કરી સાતમા સમુહલગ્ન સમારોહને સફળ બનાવ્યો હતો.

IMG-20230423-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *