Gujarat

આતરસુંબા ખાતે ક્ષત્રિય સમાજનો નવમો સમુહલગ્ન સમારોહ યોજાયો

કપડવંજ તાલુકાના આતરસુંબા મુકામે ક્ષત્રિય સમાજનો નવમો સમુહલગ્ન સમારોહ  કેયા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.
શ્રી હરસિધ્ધિ યુવક મંડળ દ્વારા આતરસુંબા ખાતે યોજાયેલ આ સમુહલગ્નમાં ચોવીસ નવ દંપતિઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
ક્ષત્રિય સમાજના આ નવમા સમુહલગ્ન સમારોહમાં ખેડા જિલ્લા ભાજપ સંગઠન પૂર્વ મંત્રી  રીનાબેન રાજેશભાઈ શર્મા અને આતરસુંબા પૂર્વ સરપંચ  અને ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ  રાજેશભાઈ શર્માએ ઉપસ્થિત રહી નવ દંપતિઓને સફળ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમુહલગ્ન સમારોહમાં કાભઈના મુવાડા પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર અને તેમના પરિવારજનોના વરદ હસ્તે વિવિધ ભેટો સોગાદ નવદંપતિને અર્પણ કરવામાં આવી હતી.
સમુહલગ્ન લગ્ન સમારોહમાં વિનામૂલ્યે પાર્ટી પ્લોટ તથા આનુસંગિક સેવાઓ પુરી પાડનાર પાર્ટી પ્લોટના માલિક  બળદેવભાઈ પટેલ ગાંધીનગર વાળાનો સમાજ ઉપયોગી ઉમદા સેવા કાર્ય બદલ સર્વે ઉપસ્થિતો અને આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કાભઈના મુવાડા પૂર્વ સરપંચ  દિનેશભાઈ ઠાકોર, નિકોલ પૂર્વ સરપંચ જયેશભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી કરકરીયા, કિશનભાઈ ઠાકોર, મહેશભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, ધોળાકુવા સરપંચ રણજીતસિંહ ઝાલા, વિપુલભાઈ સોલંકી,રાજેશભાઇ શર્મા સહિત હરસિધ્ધિ યુવક મંડળના સર્વે આગેવાનો તથા કાર્યકરોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા અને આયોજન કરી સમુહલગ્ન સમારોહને સફળ બનાવ્યો હતો.

IMG-20230606-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *