Gujarat

આતરસુંબા ખાતે શ્રી ગોગાજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 આતરસુંબા કાભઈના મુવાડા ખાતે ગુજરાત અર્થ મિનરલ પ્રા.લિ. કંપની ખાતે શ્રી ગોગાજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે આયોજિત હવન પૂજા અર્ચના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દાદાના આશિર્વાદ પ્રાપ્ત કરી સર્વે ઉપસ્થિતોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે કપડવંજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ  મૂળરાજસિંહ સોલંકી તથા કાભઈના મુવાડા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર, કપડવંજ તાલુકા ભાજપ મંત્રી રીનાબેન રાજેશભાઈ શર્મા, કપડવંજ તાલુકા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન જીતેન્દ્રભાઈ સોની, આતરસુંબા ગ્રામ પંચાયત સદસ્ય સૃષ્ટિબેન રાજેશભાઈ  શર્મા અને નિકોલ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ જયેશભાઈ પરમાર, કાભઈના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય બહેન, કર્તવ્યનિષ્ઠ શિક્ષક મનિષભાઈ પટેલ,  વિઠ્ઠલભાઈ પટેલ ( પૂર્વ સરપંચ કાભઈના મુવાડા) તથા રાજેશભાઈ શર્મા અને ગુજરાત અર્થ મિનરલ કંપનીના મેનેજર  જ્યોતિરંજન પાંડેજી, કૃણાલ જેસંગભાઈ પટેલ કરકરીયા તથા કર્મચારી ગણ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230202-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *