તસ્વીર : રેહાન પટેલ છોટાઉદેપુર
‘પ્રાકૃતિક કૃષિ– પ્રકૃતિના શરણે’ વિષય પર પરીસંવાદ માટે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૧૨ એપ્રિલના રોજ ખુટાલીયા ગ્રાઉંડ પર આવવાના હોઈ કલેકટર કક્ષાએથી તમામ આધિકારીઓ સાથે બેઠક યોજી પોતાના બીટ પ્રમાણે સૌ કોઈને કામગીરી સોપવામાં આવી છે. આ સમારંભમાં રાજ્યપાલ ઉપરાંત છોટાઉદેપુરના પ્રભારી મંત્રી,ભીખુસિંહ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ ગીતાબેન રાઠવા, જીલ્લા કલેકટર, આત્મા પ્રોજેક્ટના રાજ્ય કક્ષાના નોડલ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી તેમજ એક હજાર જેટલા પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ ખેડૂતો હાજર રહેવાના છે.
અગાઉ થઈ ગયેલ શિબિરમાં તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર કે જે હવે આગામી સમયમાં ગ્રામ્ય લેવલે યોજાતી પ્રાકૃતિક ખેતી પધ્ધતિની શિબિરોમાં ઉત્સાહભેર ભાગ લઈ અન્ય ખેડૂતોને આ પધ્ધતિથી માહિતગાર કરશે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામ દીઠ ૭૫ ખેડુતો આ પધ્ધતિને અપનાવે અને આમ, આ પધ્ધતિનો વ્યાપ વધે અને ખેડૂતો ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેના ઉત્સાહને વધારવા માટે આચાર્ય દેવવ્રત, રાજયપાલ ગુજરાતની પ્રેરક ઉપસ્થિતીમાં તારીખ ૧૨-૦૪-૨૦૨૩ના રોજ ખુટાલીયા પોલિસ પરેડ ગ્રાઉન્ડ,છોટાઉદેપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” નું આયોજન કરવામાં આવેલ છે.
