મકસુદ કારીગર,કઠલાલ
તા. 05/04/’23ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં આંકલાવ, બોરસદ, ખંભાત, ઠાસરા, ગળતેશ્વર જેવા તાલુકાઓમાંથી 83 જેટલા વિદ્યાર્થી ભાઈ-બેનોએ ભાગ લીધો હતો. સવારના 10:30થી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલેલ આ સેમિનારમાં તાલીમકાર રતિલાલ જાદવે ધોરણ 10 અને 12 બાદ કયા કયા ક્ષેત્રોમાં અભ્યાસ અર્થે પ્રવેશી શકાય તેની ઝીણવટ ભરી માહિતી પીપીટીના માધ્યમથી વિદ્યાર્થીઓને આપી હતી. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની બહુમતી વાળા આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક જ્હોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, જનવિકાસ અમદાવાદના વિજય પરમાર તથા અજીમ પ્રેમજી ફાઉન્ડેશનમાંથી જોહાન્નાબેન ઉપસ્થિત રહ્યા હતા.


