આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે તા.06/05/’23ના રોજ ‘જોબ ઇન્ટરવ્યૂ’ વિષયે એક તાલીમનું આયોજન થયું હતું જેમાં કોલેજના અભ્યાસ સાથે સંકળાયેલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના એચ.આર. મેનેજર શ્રી નિગમ સાહેબના સંચાલન હેઠળ યોજાયેલ આ તાલીમમાં, ઇન્ટરવ્યૂ ફિયર. ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું ?ઇન્ટરવ્યૂમાં સફળતા કેવી રીતે મેળવવી ? ઇન્ટરવ્યૂ માટે જાતને કેવી રીતે તૈયાર કરવી ? ઇન્ટરવ્યૂમાં હકારાત્મક અભિગમ. સાચો અભિગમ. પોઝિટિવ બોડી લેન્ગવેજ. રિઝ્યુમ પ્રીપરેશન.
ઇન્ટરવ્યૂ પ્રીપરેશન જેવા મુદ્દાઓની સમજ પુરી પાડવામાં આવી હતી. બે કલાકની આ તાલીમથી ઘણો ફાયદો થયો છે તેવો સુર સહુ તાલીમાર્થીએ વ્યક્ત કર્યો હતો. વર્કશોપનું સફળ આયોજન આશાદીપ તરફથી ચિરાગ રોહિતે કર્યું હતું.