Gujarat

ઇશ્વર ઉપર વિશ્વાસ રાખો

એક રાજા હતા તે જ્યારે પણ મંદિરમાં જાય છે તો બે ભિખારીઓ જમણી-ડાબી બાજું ઉપર બેઠેલા હોય છે. જમણી બાજું બેઠેલ ભિખારી કહેતો હોય છે કે હે ઇશ્વર ! તમે ઇશ્વરને ઘણું બધું આપ્યું છે તેમ મને પણ કંઇક આપજો.ડાબી બાજુ બેઠેલ ભિખારી કહેતો કે હે રાજા ! ઇશ્વરે આપશ્રીને ઘણું બધું આપ્યું છે મને પણ કંઇક આપો ત્યારે જમણી તરફ બેઠેલો ભિખારી કહેતો કે ઇશ્વર પાસે માંગવું જોઇએ કે જે તમામની પ્રાર્થના સાંભળતા હોય છે.ત્યારે ડાબી બાજુંવાળો ભિખારી કહેતો કે ચૂપ બેસ મૂરખ !

એકવાર રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે મંદિરમાં દાખલ થતાં જે જમણી બાજુ બેસે છે તે ભિખારી હંમેશાં ઇશ્વર પાસે માંગે છે એટલે ઇશ્વર તેની પ્રાર્થના અવશ્ય સાંભળશે પરંતુ જે ડાબી બાજુ બેસે છે તે હંમેશાં મારી સામે ફરીયાદ કરે છે અને મારી પાસે માંગે છે એટલે તમે જાઓ અને એક મોટા વાસણમાં ખીર ભરીને તેમાં સોનામહોરો નાખી દઇને તેને આપી દેજો.

મંત્રીએ રાજાની સૂચનાનુસાર કર્યું તો ડાબી બાજુએ બેઠેલો ભિખારી આરામથી ખીર ખાય છે અને ખાતાં ખાતાં સામે જમણી બાજુ બેઠેલ ભિખારીને ચિડવતાં કહે છે કે બહુ મોટો ભગત થઇ ગયો છે અને કહે છે કે ઇશ્વર મને આપશે ! જો રાજા પાસે મેં માંગ્યું તો મને મળી ગયું.ખીર ખાતાં ખાતાં જ્યારે તેનું પેટ ભરાઇ ગયું તો વધેલ ખીર વાસણ સહિત તેને આપી દે છે અને કહે છે કે  મૂર્ખ ! લે આ પાત્ર અને તું પણ થોડી ખીર ખાઇ લે..

બીજા દિવસે રાજા જ્યારે ઇશ્વરના દર્શન કરવા મંદિરમાં આવે છે તો રોજ ડાબી બાજુ તરફ બેસતો ભિખારી આજે પણ બેઠેલો છે અને દરરોજ જમણી તરફ બેસતો ભિખારી આજે જોવા મળતો નથી.રાજાને નવાઇ લાગે છે અને ભિખારીને પુછે છે કે શું તને ગઇકાલે ખીર ભરેલું પાત્ર મારા મંત્રીએ આપ્યું નહોતું? ત્યારે ભિખારી કહે છે કે હા..મંત્રીજીએ આપ્યું હતું.ઘણી જ સ્વાદિષ્ટ ખીર હતી જે મેં પેટ ભરીને ખાધી હતી. ત્યારે રાજા પુછે છે કે ખીર ખાધા પછી શું કર્યું? ત્યારે ભિખારી કહે છે કે ખીર વધુ હતી એટલે મેં ભરપેટ ખાઇ લીધી અને મારી સામે જમણી બાજુ જે ભિખારી બેસે છે અને ઇશ્વર પાસે માંગતો રહે છે તેને ખાવા માટે પાત્ર સહિત આપી દીધી હતી.

રાજા હસે છે અને કહે છે કે અવશ્ય ઇશ્વરે તેને આપી જ દીધું છે.આવી જ રીતે અમારે પણ તે પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઇએ કે જે અમારા સૌનું ભરણપોષણ કરનાર છે,પ્રભુની મરજીથી જ અમોને સુખનાં સાધન મળતાં હોય છે,દુનિયાના જીવો તો ફક્ત માધ્યમ હોય છે માટે જગતના માલિક પ્રભુ પરમાત્માને હંમેશાં યાદ રાખો.દરરોજ સેવા સુમિરણ સત્સંગ કરો ત્યારે અમારો પરમાર્થ અને સ્વાર્થ પૂર્ણ થાય છે.

આ ઇશ્વર કોન છે? આ દુનિયાને કોન ચલાવે છે? આ ઇશ્વર ક્યાં છે? આપણે માતાના પેટમાં નવ મહિના રહ્યા તે સમયે આપણે કોઇ દુકાન નહોતા ચલાવતા તેમછતાં જીવતા રહ્યા હતા.ભોજન જમવા હાથ પગ નહોતા તેમછતાં જીવતા રહ્યા હતા.શ્વાસ લેવાનો ઉપાય નહોતો તેમછતાં નવ માસ માતાના પેટમાં કેવી રીતે જીવતા રહ્યા? આપણી મરજી શું હતી? કોની મરજીથી જીવ્યા? પછી માતાના પેટમાંથી જન્મ થયો,જન્મ થતાં જ માતાના સ્તનમાં દૂધ ભર્યું.આ કોની મરજીથી થયું? ગર્ભમાંથી બહાર આવ્યા ત્યાર પહેલાં શ્વાસ નહોતા લેતા,માતાના શ્વાસથી જ કામ ચાલતું હતું અને બહાર આવતાં જ શ્વાસ લેવાનું કોને શિખવ્યું? સ્તનપાન કરતાં કોને શિખવ્યું? દૂધ અને ખોરાક કોને પચાવે છે? અને જે ખોરાક લઇએ છીએ તેમાંથી હાડ-માંસ-મજ્જા કોન બનાવે છે?

થાકી જઇએ છીએ ત્યારે કોન સુવાડે છે? ઉંઘ પુરી થતાં કોન જગાડે છે? કોન સૂર્ય-ચાંદને ચલાવે છે? વૃક્ષોને લીલાછમ કોન બનાવે છે? કોન અનંત રંગો અને ગંધવાળા ફુલોને ખિલવે છે? આ વિરાટનું આયોજન જે સ્ત્રોતથી ચાલી રહ્યું છે તે આપણી નાનકડી જીંદગીને નહી ચલાવે? થોડો વિચાર કરીએ ! થોડું ધ્યાન કરીએ ! આ વિરાટના આયોજનને આપણે જોઇએ છીએ કે કોઇ વ્યવધાન તો નથીને ! તમામ સુંદર રીતે ચાલી રહ્યું છે,સુંદરતમ રીતે ચાલી રહ્યું છે, ઇશ્વર દેખાતો નથી પરંતુ દેખાડે છે,ઇશ્વર સાંભળવાની શક્તિ આપે છે.સંસારની કોઇ વસ્તુ બનાવ્યા વિના બનતી નથી એટલે સંસાર પણ કોઇકે બનાવ્યો છે  અને તે છે ઇશ્વર..

ઇશ્વર હંમેશાં ધર્મની રક્ષા કરે છે.સંસારના મનુષ્ય જ્યારે ભૂલી જાય છે કે હું કોન છું? ક્યાંથી આવ્યો છું? આ શરીર છોડ્યા ૫છી મારે ક્યાં જવું છે? અમારૂં મૂળ એક જ છે,અમો એક જ ૫રમપિતા ૫રમાત્માના સંતાન છીએ તથા વૈર,વિરોધ અને ઇર્ષ્યા  વધી જાય છે ત્યારે પ્રેમ,નમ્રતા અને સમદ્દષ્ટિનો સંદેશો આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ૫ર અવતરીત થઇને મનુષ્યને ઇશ્વરનાં દર્શન કરાવીને તમામ ભ્રાંતિઓ અને સંશયો દૂર કરે છે.

         તત્વજ્ઞાની મહાપુરૂષ જાતિપાંતિ વગેરેનો કોઇ ભેદ માનતા નથી કારણ કે તે જાણે છે કે ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયમાં વિરાજમાન છે,તેમની દ્દષ્ટિમાં એક સચ્ચિદાનંદ ૫રબ્રહ્મ ૫રમાત્મા સિવાઇ બીજા કોઇની સત્તા હોતી નથી તેથી તેમને સર્વત્ર સમભાવ થઇ જાય છે,વિશાળ પ્રભુનાં દર્શન કરીને તેમની દ્દષ્ટિ  વિશાળ બની જાય છે.         ઇશ્વર પ્રભુ ૫રમાત્માનું કોઇ રૂ૫ રંગ આકૃતિ કે આકાર નથી તેથી સ્પષ્ટ છે કેઃપ્રભુ નિરાકાર છે. આ નિરાકાર પ્રભુ પરમાત્માનાં દર્શન ફક્ત સદગુરૂ જ કરાવી શકે છે.સંસારમાં લાખો દાની છે ૫રંતુ સદગુરૂ જેવો કોઇ દાતા નથી.સદગુરૂ કૃપા વિના હરિ મિલન સંભવ નથી.અવતારવાણીમાં કહ્યું છે કેઃ- માનવ ઇશ્વરને શોધવામાં પોતાનું જીવન વ્યર્થ બરબાદ કરે છે,તેમછતાં ઇશ્વરની પ્રાપ્તિે કરી શકતો નથી.સદગુરૂ સમર્થ હોય તો તે ક્ષણભરમાં નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ કરાવી દે છે.જ્યારે સદગુરૂની કૃપા થાય છે તો પ્રભુની પ્રતીતિ થાય છે,પ્રતીતિ ૫છી જ પ્રભુની સાથે પ્રીતિ થાય છે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *