Gujarat

ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા યુવકને ભારે પડ્યા, તીક્ષ્ણ હથિયારથી યુવકની કરાઈ હત્યા

અમદાવાદ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફતેવાડીમાં મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતીમાં હત્યાનો બનાવ સામે આવતા વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ અઝરૂદ્દીન શેખ છે જેની ઉંમર ૩૩ વર્ષ છે અને પીરાણા પાસે આવેલ સુરેજફામમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક અઝરૂદ્દીન શેખ એ થોડા માસ અગાઉ મિત્ર બાદશાહ ખાનને ૩ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેને લઇને ગઈ મોડી રાત્રે ફતેવાડી વિસ્તારની નૂર ફતે મસ્જિદ પાસે થી પસાર થઈ રહેલ બાદશાહ ખાન પાસે ૩ હજાર રૂપિયા પરત માંગતા ઝગડો થયો હતો. જે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આરોપી બાદશાહ ખાન, સૈજુ ખાન, શાદાબ ખાન અને સોહેલ ખાન એ મૃતક અઝરૂદ્દીન શેખને છરી ના ઘા મારી દીધા હતા, ત્યારે ઇજાગ્રસ્ત અઝરૂદ્દીન શેખ ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતાં તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી હત્યારા બાદશાહ ખાન, સૈજુ ખાન, શાદાબ ખાન અને સોહેલ ખાન સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી મિત્રો હોવાનું સામે આવ્યું છે. માત્ર ૩ હજાર રૂપિયા લેતીદેતીમાં મિત્રોએ મિત્રનો જીવ તો લઈ લીધો પરંતુ એક મિત્રના મરી જવાથી પત્ની પતી વગરની, માં બાપ દીકરા વગરના અને દીકરા પિતા વગર થઈ ગયા છે. ત્યારે હવે જાેવું એ રહેશે કે આ પોલીસ આ પરિવારને કેટલી જલ્દી ન્યાય અપાવવામાં સફળ રહે છે.

File-01-Paga-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *