Gujarat

ઉજવણી અંતર્ગત પશુપાલન શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી 1,227 પશુઓને નિઃશુલ્ક સારવાર અપાઈ

જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી
કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત તા.24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી
વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા પંચાયત જામનગરની પશુપાલન શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક પશુ રોગ નિદાન તથા
સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જોડિયા તાલુકાના કુનડ, જામનગર તાલુકાના ફલ્લા, ધ્રોલ તાલુકાના
વાંકિયા, કાલાવાડ તાલુકાના જીવાપર, લાલપુર તાલુકાના નારી તથા જામજોધપુર તાલુકાના તરસાઈ ખાતે ઉપરોક્ત આયોજન
હાથ ધરાયું હતું. આ કેમ્પ દરમિયાન જોડિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, તેમજ ગામનાં
આગેવાનો હાજર રહેલ તેમજ ફલ્લા ખાતે જિલ્લા પંચાયત સદસ્યશ્રી કમલેશભાઈ ધમસાણીયા અને સરપંચશ્રીની પ્રેરક
ઉપસ્થિતિ રહેલ.
પશુ સારવાર કેમ્પ ખાતે કુલ ૪૩૨ પશુઓને સારવાર, ૪૬૧ પશુઓને કૃમિનાશક દવા વિતરણ, ૧૩૩ પશુઓને જાતીય સારવાર
તેમજ ૧૫ પશુઓમાં શસ્ત્ર ક્રિયા કરવામાં આવેલ. આમ ૨૧૫ પશુપાલકોનાં કુલ ૧,૨૨૭ પશુઓને વિનામૂલ્યે સારવાર
આપવામાં આવેલ.
આ સાથે સ્થાનિક બેંકોનાં પ્રતિનિધિઓનાં સહયોગથી KCC – પશુપાલનની કુલ ૬૮ અરજીઓ મળેલ હતી જે બેંકને
આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવેલ.તેમજ આવેલ પશુપાલકોને આત્મા તેમજ ખેતીવાડી વિભાગનાં કર્મચારીઓ દ્વારા
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે પણ માર્ગદર્શન આપવા માં આવેલ.

-નિદાન-કેમ્પ-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *