Gujarat

ઉના,ગીરગઢડા,નવબંદર પોલીસ સ્ટાફનુ નટરાજ હોસ્પીટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો..

ઊના, ગીરગઢડા, નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનું નટરાજ હોસ્પીટલ ખાતે વિવિધ પ્રકારના
આરોગ્યલક્ષી તપાસ સારવાર નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ પોલીસ કર્મચારીઓનું હોસ્પીટલના વિવિધ ડોક્ટરો
દ્રારા ચકાસણી કરી સારવાર આપવામાં આવી હતી.
ઉના ગીરગઢડા તાલુકાના ઉના, ગીરગઢડા, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોલીસની ચોવીસ કલાક
કામગીરી રહેતી હોય જેથી કામનું ભારણ વધુ હોય છે તેને ધ્યાને રાખીને આ અંતર્ગત ઉના નટરાજ હોસ્પીટલના વિજયભાઇ જોશી
તેમજ પ્રિન્સ જોશીના સહકારથી ઉના ગીરગઢડા નવાબંદર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ શરીરના વિવિધ પ્રકારના
આરોગ્ય લગતા ફિઝીશ્યન અને સર્જન ડોક્ટર દ્રારા ચકાસણી કરવામાં આવી હતી. ઇસીજી, એબીએબ, એસ.સીઆરઇટી,
એલઆઇપીઆઇડી, પીઆરઓ, ટીએએસ, બીએમઆઇ, આ તમામ અગત્યના રીપોર્ટ નિઃશુલ્ક તપાસ કરી સેવા આપવામાં આવી
હતી. પોલીસની ફરજના ભાગરૂપે કામનું વધુ ભારણ હોય છે તેને ધ્યાને રાખીને નટરાજ હોસ્પીટના ડોક્ટર દ્રારા આ આયોજન કરેલ
તે બદલ ઉના પીઆઇ એન.કે ગોસ્વામીએ હોસ્પીટલના સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં ઉના પીઆઇ એન કે
ગોસ્વામી, નવાબંદર પીએસઆઇ એ બી વોરા, એ એસ આઇ કે.બી.પરમાર, તાલાળા પોલીસ સ્ટેશનના એમ યુ મસી તેમજ
ગીરગઢડા પોલીસ સ્ટાફ સહીત ૧૬૦ થી વધુ પોલીસ કર્મચારીઓએ કેમ્પમાં લાભ લીધો હતો.

-પોલીસ-સ્ટાફનો-નિઃશુલ્ક-નિદાન-કેમ્પ-યોજાયો.-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *