Gujarat

ઉનાનાં ઓલવાણ ગામે લોક ડાયરામાં ગાયક કલાકારો ઉપર લાખો રૂપિયાનો વરસાદ…

ઉનાનાં ઓલવાણ ગામે સમસ્ત આહિર કછોટ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ યોજાઇ જેમાં રાત્રીના
લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજનાં અગ્રણી ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ
ધારાસભ્ય અંબરીષ ડેર, તેમજ અભય જોટવા સહીત હાજર રહ્યા હતા. ચાલુ ડાયરામાં જ ગુજરાતી લોક
ગાયક કલાકાર રાજભા ગઢવી ઉપર લાખો રૂપિયાનો વરસાદ થતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
હજારોની સંખ્યામાં લોકડાયરામાં લોકો એકઠા થયાં હતા. આહિર સમાજના મોટા ભાગના અગ્રણીઓ આ
લોકડાયરામાં હાજર રહ્યાં હતા.

-ગામે-લોક-ડાયરામાં-ગાયક-કલાકારો-ઉપર-લાખો-રૂપિયાનો-વરસાદ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *