પવનના સુસછાટા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી અને ખેતરોમાંથી પાણી બહાર નિકળ્યા..
ઉના ગીરગઢડા પંથકમા સવાર થીજ આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો હતો. અને તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબકતા ગામના રસ્તા પર પણી વહેતા થયા હતા તેમજ ખેતરોમાંથી પણ પાણી બહાર કાઢી
નાખ્યા હતા. ત્યારે ઉના તાલુકા કંસારી, ભાચા, વાવરડા, ઉમેજ, પાતાપુર સહીતનાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગામોમાં એક
કલાકમાં ભારે પવન સાથે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયેલ હતો. વરસાદના પગલે સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ થઇ ગયેલ
હતું. આ સીવાય સામતેર, ગરાળ, ગાંગડા, સનખડા, સહીતના અમુક ગામોમાં વરસાદી ઝાંપટા વરસ્યા હતા. આ ઉપરાંત ઉના શહેર
તેમજ આજુબાજુના વિસ્તારમાં અમીછાંટા પડ્યા હતા. આમ વાતાવરણમાં પલ્ટો આવતા સમગ્ર પંથકમાં ઠંડો પવન ફુકાવા લાગ્યો
હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકોને ભારે નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં સેવાઇ હતી. જોકે બપોર બાદ
આકાશ ખુલ્લુ થયા બાદ ફરી તડકો અને વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ હતું.


