સંતોએ જાતે રસોઈ બનાવી હતી અને 1200 થી 1300 લોકોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો..
ઉનાના ગાંગડા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા પૂજય પ્રમુખસ્વામી
મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દિવ્ય શાકોત્સવની સત્સંગ સભા અને મહા પ્રસાદનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુવા મંદિરથી પૂજય અખંડ મંગલ સ્વામી અને પૂજય સરળ મૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંતો
એ જાતે રસોઈ બનાવી અને બધાને મહા પ્રસાદનો લાભ આપ્યો હતો. 1200 થી 1300 લોકોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો.
પૂજય અખંડ મંગલ સ્વામીએ પોતાની રસાળ શૈલીમાં કથા વાર્તાનો લાભ આપ્યો હતો. યુવાનો વ્યસન મુક્ત થાય તે માટે વધુ ભાર
મૂક્યો હતો. ગાંગડા ગામ અને આજુ બાજુના ગામના અને ઉના શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ
લીધો હતો. આ શાકોત્સવને સફળ બનાવવામાં ગાંગડા સત્સંગ મંડળ અને દાતાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…


