Gujarat

ઉનાના ભડીયાદર ગામની સગીર યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું…

એક વર્ષ સુધી પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી યુવતીના પિતા સાથે ઝગડો કરી વિડીયો ફોટા વાયરલ કરવા ધમકી આપી..
ઉનાના ભડીયાદર ગામે સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ
કરવાની ધમકી આપતા ઉના પોલીસમાં પ્રેમી કેસુ મનુભાઈ સોલંકી સામે દુષ્કર્મ અને પોષકોની વિવિધ કલમ હેઠળ ગુન્હો દાખલ
કરવામાં આવ્યો છે..
ઉના થી ૧૨ કિ. મી. દુર આવેલ ભડીયાદર ગામે રહીને ખેતીવાડી ધરાવતાં પરીવારની સગીર વયની યુવતીને તેની વાડીનાં રસ્તે
જમીન વાડી ધરાવતાં ભડીયાદર ગામનાં કેસુ મનુભાઈ સોલંકીને આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાતા સગીર યુવતી અને યુવક વચ્ચે
વારંવાર મોબાઈલમાં વાતચીત કરતા હતાં. અને એક બીજા મોટરસાયકલમાં બેસી સેલ્ફી ફોટા વિડીયો પણ બનાવેલ હતા..
એક વર્ષ દરમ્યાન સગીર યુવતીને લગ્ન કરી લેવાની લાલચ લોભ આપી આરોપી કેસુ મનુભાઈ સોલંકી દ્વારા વારંવાર શરીરે
સંબંધ બાંધી આરોપી એ પોતાની વાડી ખેતરમાં આવેલ ઓરડીમાં બાઇક પર લઈ જઈને દુષ્કર્મ આચરતો હોવાનું સગીરાએ નોંધાવેલ
ફરીયાદમાં જણાવેલ છે યુવતીના પિતા અને આરોપી વચ્ચે કોઈ કારણોસર ઝગડો થયેલ હોય અને આ બાબતે પોલીસમાં આરોપી
સામે તા. ૨૫ જાન્યુઆરીનાં રોજ અરજી કરાયેલ હતી. અરજી અનુસંધાને ઉના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અને પોલીસ ઇન્સ્પેકટર એન કે ગોસ્વામી દ્વારા યુવતીને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવી અને પોષકો એક્ટની કલમ ૪-૬ તેમજ
દુષ્કર્મ કલમ ૩૭૬ તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી અંગે કેસુ મનુભાઈ સોલંકી સામે ફરીયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મ આચરનાર
શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *