ધડાકાભેર અવાજ આવતાં આજુબાજુના મકાનોના નળિયા-પતરા ઉડતા અફડા તફડી મચી મકાનોમાં ભારે
નુક્સાન…
ઉનાના સનખડા ગામ એક વૃદ્ધા પોતાના મકાનમાં ચા બનાવતી વખતે ગેસનો બાટલો અચાનક બ્લાસ્ટ
થતા વૃદ્ધ મહીલા ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે બાજુમાં રહેતા યુવાન વૃદ્ધાને બચાવવા જતા તે પણ
ગંભીર રીતે દાઝી જતાં બંન્ને ઈજાગ્રસ્તને ઈમરજન્સી 108 મારફતે ઉના ખાનગી હોસ્પિટલ સારવાર
ખસેડવામાં આવ્યા છે..
સનખડા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ગોહિલ ગીગાભાઈ દાનાભાઈ રહેણાંક મકાનમાં વહેલી સવારે
ચા બનાવી વખતે અચાનક ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં ડાયબેન ગીગાભાઈ ગોહિલને શરીરના ભાગે તેમજ
પગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ગેસનો બાટલો ધડાકાભેર બ્લાસ્ટ થતાં આજુબાજુના લોકો દોડી ગયેલ
જેમા પાસે રહેતા લાખાભાઇ જેઠાભાઇ ગોહીલ વૃદ્ધને આગ માંથી બચાવા જતા પોતે પણ ગંભીર રીતે દાઝી
ગયા હતા. આ બંન્ને ઈજાગ્રસ્તને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે
ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. આ
મકાનમાં જોરદાર બ્લાસ્ટ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ આ બ્લાસ્ટના કારણે રસોડામાં
પતરા ઉડી ગયા હતા. તેમજ આજુબાજુના રહેણાક મકાનોના સિમેન્ટના પતરા નળિયા પણ ઉડીયા હતા.
જેના લીધી ગરીબ પરીવારના ઘર પર આફત આવી હતી. અને વૃદ્ધના મકાન તેમજ આજુબાજુનાં મકાનોમાં
ભારે નુક્સાન થયું હતું..જોકે કોઇ જાનહાની થઇ ન હતી.
બોક્ષ્ – આજુબાજુના લોકો વાસણોમાં પાણી ભરી આગ બુજાવી….
આ રહેણાક મકાનમાં આગની ઘટના બનતાં આજુબાજુમાં રહેતા લોકો દોડી ગયા હતા. અને લોકોએ હાથમાં
જે વાસણ આવ્યુ તેનાંથી વાસણમાં પાણી ભરી ભરીને આગને બુજાવવામાં આવી હતી. જેથી લોકોએ
રાહતનો શ્વાસ લીધો હતો.
બોક્ષ્ – ગઇકાલેજ ગેસનો બાટલો ફિટ કરાવ્યો હતો..
ઈજાગ્રસ્ત વૃદ્ધાએ જણાવેલ કે ગઈકાલે જ ગેસનો બાટલો ફિટ કરવાંમાં આવેલ હતો. અને ગેસના બાટલામાં
વાસ આવતી હતી. અને આજે વહેલી સવારે ચા બનાવી હતી. ત્યાંરે ગેસનાં બાટલામાં બ્લાસ્ટ થયો હતો.
આ ઘટના સમયે ઈજાગ્રસ્ત વૃદ્ધાના પતિ ગીગાભાઇ ઘરની બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હાલ વૃદ્ધ મહિલા તેમજ યુવાન બંન્નેને હોસ્પીટલમાં સારવાર
અર્થે ખસેડવામાં આવ્યાં છે..


