Gujarat

ઉનાના હોમગાર્ડ અધિકારીને સારી પ્રસનીય કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા.. કાયદો, વ્યવસ્થા, કોરોના, વાવાઝોડા સમયે લોકોની મદદ સેવાઓ પૂરી પાડી હતી. 

ઉના તાલુકાના હોમગાર્ડ અધિકારી દ્વારા
પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ કોવિટ 19 મા ઉત્કર્ષ કામગીરી તેમજ તોકતે વાવાઝોડામાં પ્રજાના સેવક બની
કામગીરી કરવામાં આવેલ તે બદલ 26 જાન્યુ. પ્રજાસતાક દિન નિમિત્તે કોડીનાર ખાતે મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં
આવ્યો હતો. જેમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના તેમજ તાલાળા બંન્ને તાલુકાના હોમગાર્ડ અધિકારી અને જવાનોની સારી
કામગીરી બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઉના અને તાલાળાના હોમગાર્ડના અધિકારી તરીકે ફરજ બજાવતા કે બી ભટ્ટ ઉના તથા સી જી વઘેરા તાલાળાને 26મી જાન્યુઆરી
2023 માં મુખ્યમંત્રી એવોર્ડ ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ હોય પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ કોવિટ 19
મા ઉત્કર્ષ કામગીરી કરવા બદલ તેમજ તોકતે વાવાઝોડામાં પ્રજાના સેવક બની કામગીરી કરવામાં આવતા હોમગાર્ડ દળમાં લાંબી
પ્રશસનીય કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા ગૌરવવંતો મુખ્યમંત્રી મેડલ જાહેર કરવામાં આવતા જિલ્લા કમાન્ડર અતુલ
ઠાકરના માર્ગદર્શન તથા નેતૃત્વમાં ગીર સોમનાથ જીલ્લામાં ઉના અને તાલાળા એમ બે તાલુકામાં એવોર્ડ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત
કરેલ છે. જેથી હોમગાર્ડ દળમાં જોશ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. અને ઉના અને ગીર સોમનાથનું ગૌરવ વધારેલ
હતું..

-સારી-પ્રસનીય-કામગીરી-બદલ-એવોર્ડ-આપી-સન્માનિત-કરાયા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *