Gujarat

ઉના ખાતે લોકકલ્યાણી વિપશ્યના સાધના નો ભવ્ય પરિચય કાર્યક્રમ  યોજાશે ૧૫/૪ શનિવારે રાત્રે ૯ થી ૧૧ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
વિપશ્યના સાધના એક સંપૂર્ણ વૈજ્ઞાનિક ટેકનીક છે એક પ્રકારનું બોડી માઈન્ડ માટે નું સોફ્ટવેર છે જે આપણી સિસ્ટમ અને રોજિંદા જીવન વ્યવહારને ખૂબ સરળ, શાંત અને સમતામય બનાવે છે કોઈ પણ નાત-જાત ના ભેદભાવ વગર તદ્દન બિનસાંપ્રદાયિક, યોગ્ય ટીચર ના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે શીખી શકાય છે વિપશ્યના સાધનાની સર્વ સ્વીકૃતિ વધતી જાય છે ભારત અને વિશ્વભર ના ઘણા બધા દેશોમાં વિપશ્યનાના સ્થાયી કેન્દ્રો છે ગુજરાત ખાતે સાત વિપશ્યના ના સ્થાયી કેન્દ્રો કાર્યરત છે
વિપશ્યના ધ્યાન પધ્ધતિ આજના આધુનિક યુગ ના વ્યસ્ત જીવન ની તાણ, બેચેની, અશાંતિ જેવી સમસ્યાઓનું નિવારણ કરી શકે છે.
વિપશ્યના ધ્યાન પધ્ધતિ અંતરમન માંથી કુટેવો, દુર્ગુણોને કાયમી દૂર કરી ને  નીતિમત્તા ના માર્ગ પર લઈ જાય છે.
સામાન્ય થી અસામાન્ય પ્રતિભાવાન એમ દરેકની કાર્ય ક્ષમતા, એકાગ્રતા માં વધારો કરે છે. નિરંતર દૈનિક અભ્યાસથી શારીરિક વ્યાધિઓ પણ આપમેળે દૂર થતી હોવાનું અનેક સાધકોના અનુભવ થી જાણવા મળ્યું છે
ડોક્ટર જીતેન્દ્ર અઢિયા(પ્રેરણા નું ઝરણું પુસ્તક ના લેખક)જણાવે છે કે “વિપશ્યના થી મારા જીવન મા ટર્નિંગ પોઇન્ટ આવ્યો” મારુ એનર્જી લેવલ વધી ગયુ, વિલપાવર  પણ વધ્યો,મન ની શક્તિ પર નવા પુસ્તકો લખવાની પ્રેરણા થઈ, અહીં કોઈ પૂજા નથી,કોઈ વિધિ નથી ફક્ત પોતાના અનુભવ જ છે આ અનુભવ કર્યા પછી દરેક વ્યક્તિ ક્રમશ: રાગદ્વેષ થી મુક્ત થતી જાય છે તેની અંદર ની શક્તિઓ જાગતી જાય છે(વિપશ્યના ડૉક્ટર ની દ્રષ્ટિએ પુસ્તક માંથી આભાર)
તનાવ મુક્ત જીવન જીવવાની કળા વિષય પર જેતપુર થી ખાસ ડોક્ટર વાધવાણી સાહેબ દ્વારા વિપશ્યના સાધનાનું થીયેરિકલ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવશે
ઉનાના શહેરીજનો,ગ્રામજનો,દીવ,કોડીનાર,ગીરગઢડા ગામોના નગરજનોને (18 વર્ષ ઉપર) વધુ માં વધુ લાભ લેવા અખબારી યાદીમા જણાવવામાં આવેલ છે કાર્યકમ માં ભાગ લેવા રજીસ્ટ્રેશન જરૂરી છે સંપર્ક ૯૮૨૪૨૨૨૨૮૬/૭૦૧૬૩૪૪૩૦૦

IMG-20230412-WA0471.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *