ફરી સર્વે કરવા ભારતીય કિશાન સંઘ દ્રારા માંગ કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ..
ઉના ગીરગઢડા તાલુકા બાગાયતી પાકની સીઝનમાં બે થી ત્રણ વખત કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોને
મોટાપાયે નુકસાન થયેલ હોય મુખ્ય પાક બાગાયતી ઘઉં, બાજરી, તલ, જુવાર, રાયડો, ચણા, કઠોળ તેમજ કેરીનો પાક 70 થી 80
% નુકસાન થયેલ હોય પરંતુ ઉના તાલુકામાં અધિકારીના પાપે ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવેલ છે. જેમાં તાલુકાના
વાવરડા, ગરાળ, વ્યાજપુર, નાઠેજ, સુલતાનપુર, ખજુદ્રા, મોઠા, રામેશ્વર, સનખડા, ગાંગડા, કાણકબરડા, સામતેર, ઉમેજ,
પસવાળા, ઉટવાળા, કાંધી, પાતાપુર, ભાચા, વાજડી જેવા ગામડાઓમાં બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેમ છતાં
અધિકારીઓએ માત્ર સામાન્ય નુકસાનની બતાવીને ગીર સોમનાથ જિલ્લાને જે સહાયથી વંચિત રાખવામાં આવેલ છે. ખેડૂતોને સાથે
રાખીને નુકસાની થયેલ પાકનો નવેસરથી સર્વે કરવામાં આવે. જોકે અધિકારીઓના પાપે આવા ખેડૂતો પાઇમાલ બની ગયેલ છે જ્યારે
તંત્ર એકને ગોળ અને એકને ખોળ આવી બેવડી નીતિ અપનાવામાં આવતી હોય અધિકારીઓએ જે ખોટા આંકડા આપેલ છે તેને
સુધારી અને ખેડૂતોને તાત્કાલિક જેનું નુકસાનીનું ફરી થી સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ભારતીય કિશાન સંઘ દશરથસિંહ
ગોહીલ તેમજ બાબુભાઇ મકવાણા સહીત ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતી….


