ઉના શહેરમાં નાથજીની હવેલીમાં રાખવામાં આવેલી ધર્મદા પેટી માંથી અજાણ્યો શખ્સે રોકડ રકમની ચોરી કરી હતી. જે સમગ્ર
ઘટના હવેલીમાં ફીટ કરાયેલા સીસી ટીવી કેમેરામાં કેદ થઇ છે. આ અંગે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે સીસી ટીવી કેમેરાના
ફુટેજ આધારે તપાસ હાથ ધરેલ છે.
શહેરમાં આવેલ પોસ્ટ ઓફીસ નજીક ગોર્વધન નાથજીની હવેલીમાં એક શખ્સ પ્રવેશ કરી ધર્મદા પેટી સામે ઉભો રહી પહેલા પોતાના
મોબાઇલથી ફોટો પાડે છે. બાદમાં મોબાઇલના ટોચની મદદથી લાઇટ કરી પેટીની અંદર જોવે છે. અને ત્યાર બાદ આજુબાજુમાં કે
મંદિરમાં કોઇ પ્રવેશ કરતું નથી ને બાદમાં પેટીના ઉપરના ભાગેથી એક પછી એક રોકડ રકમ કાઢી પોતાના પેન્ટના ખિસ્સામાં નાખે
છે. આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આમ શહેરમાં નાથજીની હવેલીમાંથી દિનદહાડે પ્રવેશ કરી ધર્મદા
પેટીમાંથી રોકડ રકમ રૂ.૩ હજારની ચોરી કરી અજાણ્યો શખ્સ નાશી છુટ્યો હતો. આ અંગે પોલીસમાં ફરીયાદ રમેશભાઇ નાનજીભાઇ
રૂપારેલીયાએ પોલીસમા ફરીયાદ નોધાવતા પોલીસે સીસી ટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ હાથ ધરેલ છે…


