ઉનાના ખાપટ ગામ વાડીમાં શેરડીના છોતાનો મોટો જથ્થો પડેલ હોય તેમ કોઈ અજાણ્યા શખ્સે આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાક થઇ ગયો હતો. જેમાં વાડી માલિકને લાખોનું નુક્સાન થયું હતું. વાડી માલિક અજાણ્યા શખ્સો સામે પોલીસમા અરજી કરી..
ખાપટ ગામે દિપસિહ રામભાઇ ઝાલાની વાડીનો સર્વે નં.૧૬૫/૧પૈકીની જમીનમાં ગોળના રાબડામાં ઉપયોગમાં લીધેલ શેરડીના છોતાનો મોટો ઢગલો પડેલ હતો. આ શેરડીના છોતાનો ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો એ આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાક થઇ ગયો હતો. આ લાગતા આજુબાજુના વાડી વિસ્તારના લોકોએ વાડી માલિકને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ગયેલ. અને આ ઢગલામાં આગ લાગેલી જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક પાણીના ટાંકાની મદદથી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. પરંતું આ શેરડીના છોતાનો મોટો જથ્થો બાળીને ખાક થઇ ગયેલ હતો. આ ઘટનામાં વાડી માલિકને રૂ.૨ લાખોનું નુક્સાન થયેલ હોય આ અંગે દિપસિહ રામભાઇ ઝાલાએ પોલીસમાં લેખિત અરજી કરી અજાણ્યાં શખ્સોને ઝડપી પાડવા માગ કરી હતી..


