Gujarat

ઊનાના એલમપુર ગામના પાટીયા પાસે હાઇવે રોડ પર કાર ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા સાળા-બનેવીને ગંભીર ઇજા..

બન્ને એલમપુર થી ઉના આવતા ઓવરબ્રિજ ઉપર પહોચતા પુરપાટઝડપે આવી કાર ચાલકે અકસ્માત સર્જી નાશી ગયો.
ઊના વેરાવળ રોડ પર આવેલ એલમપુર ગામ પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇકને પાછળથી ભટકાવતા
બાઇકમાં બેસેલા સાડા બનેવીને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે તાત્કાલીક ૧૦૮માં હોસ્પીટલે
ખસેડવામાં આવેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાયાભાઇ ઓઢાભાઇ પરમાર રહે. મોટાડેસર તેમજ બાલુભાઇ ગાડાભાઇ મકવાણા રહે. નાથળ આ
બન્ને સાળા-બનેવી બાઇક નં. જીજે. ૩૨ ઇ ૬૮૧૭ પર એલમપુર ગામથી ઉના જવા માટે નિકળ્યા હતા. ત્યારે એલમપુર ગામના
પાટીયા પાસે ઉના વેરાવળ હાઇવે ઓવરબ્રિજ ઉપર પહોચતા પુરપાટ ઝડપે આવતી કાર નં. જી.જે.૦૫ સીજે ૭૬૭૯ ના ચાલકે
બાઇકને પાછળથી ધડાકારભેર ભટકાવતા બાઇક પર બેઠેલા સાળા-બનેવી બન્નેને હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોચી
હતી. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયેલા અને ઇજાગ્રસ્તોને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉના સરકારી
હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર માટે બાલુભાઇને રાજકોટ રીફર કરવામાં આવેલ છે. તેમજ
ભાયાભાઇને ઉના ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. આ કાર ચાલક અકસ્માત સર્જી ત્યાથી નાશી છુટ્યો હતો. આ અંગે
ભાયાભાઇ પરમારે અજાણ્યા કાર ચાલકો વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

-પાટીયા-પાસે-કાર-ચાલકે-બાઇકને-ઉડાડતા-બે-યુવાનોને-ગંભીર-ઇજા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *