મેં તને અગાઉ ઉછીના આપેલ તે પૈસા માંગેલ અને પૈસા થોડા દિવસ પછી તમને આપી દઇશ તેમ જણાવતા ઉશ્કેરાઇ ગયેલ બે
શખ્સોએ હુમલો કર્યો.
ઊનાના કેસરીયા ગામે રહેતા અરજણ પાંચા શિગોડ, અલ્પેશ રૂડા શિંગોડ બન્ને શખ્સોએ કેસરીયા ગામમાં રહેતા અને ટ્રકમાં ડ્રાઇવીંગ
કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હિરાભાઇ કાળુભાઇ શિગોડને તેમના કુંટુંબીક આ બે શખ્સોએ પોતાની દુકાને બોલાવી
કહેલ કે મેં તને અગાઉ ઉછીના આપેલ હોય તે પૈસા પરત માંગતા હોય હિરાભાઇએ કહેલ કે હાલ મારી પાસે પૈસા નથી, થોડા દિવસ
પછી તમને આપી દઇશ તેમ જણાવતા અરજણ શિંગોડ ઉશ્કેરાય જઇ હિરાભાઇ તેમજ તેમના મોટાભાઇ લખમણભાઇને ભુંડી
ગાળો આપેલ જેથી ગાળો બોલવાની ના પાડતા તેમના કુંટુંબીક કાકા અલ્પેશ રૂડા શિંગોડે દુકાનમાંથી લાકડાનો ધોકો લઇને હુમલો
કરી ડાબા હાથના ભાગે ગંભીર ઇજા પહોચાડી ફેક્ચર કરી દીધેલ અને આજ તો તમે બન્ને બચી ગયા છો અરજણભાઇના પૈસા આપી
દેજો નહીંતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી નાશી છુટ્યા હોય ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઉના સરકારી
હોસ્પીટલે ખસેડાયેલ ત્યાથી રીફર કરેલ આ અંગે હિરાભાઇ શિંગોડે પોલીસમાં બે શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે આગળની
તપાસ હાથ ધરેલ છે…
હિરાભાઇ શિંગોડે પોલીસ વધુમાં લેખિત અરજી પણ કરેલ છે તેમાં જણાવ્યા મુજબ અરજણ શિંગોડ તથા અલ્પેશ શિંગોડ વ્યાજ
વટાવનો ધંધો કરતા હોય અગાઉ રૂ.૫૦ હજાર રકમ વ્યાજે લીધેલ અને વ્યાજ સાથે રૂ. ૭૦ હજાર આપેલ હોવા છતાં રૂ.૧ લાખ હજુ
દેવાની માંગણી કરેલ હતી. અને મારા ખિલ્લામાં રહેલા પથ્થરના વેચાણના આવેલા રૂ.૧.૫૦ ની લૂંટ ચલાવી તેમજ લગ્ન પ્રસંગે
મિત્રનો સોનાનો ચેઇન ગળામાં પહેલ હોય તે ઝુટવી લીધેલ હતો. અને રૂ.૧ લાખ લઇ આવી અને પછી ચેઇન લઇ જાજે તેમ કહી
ધમકી આપેલ કે તુ ફરીયાદ કરીશ તો તને ગામમાં રહેવા નહી દઇએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમ રૂ.૧.૫૦
જેટલી માતબર રકમની લૂંટ ચલાવી નાશી છુટતા આ અંગે પોલીસમાં હિરાભાઇ શિગોડે લેખિત અરજી કરી ફરીયાદમાં કલમોનો
ઉમેરો કરવા માંગ કરી હતી.


