ઊનાના ખાપટ ગામે તળાવ કાંઠે તિનપીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા પાંચ શખ્સોને મુદામાલ સાથે
ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શબ્બીર હાજી સમા રહે. ગીરગઢડા, ભીખા નાનુ
બાંભીણયા, પ્રવિણ બચુ વાઢેર, ગોપાલ કરશન મકવાણા તેમજ ભગા રામ ભાલીયા રહે. ખાપટ આ તમામ શખ્સો ખાપટ-રાતડ રોડ
પર આવેલ તળાવના કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી પાંચ શખ્સોને
રૂ.૧૪,૪૪૦ નો મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
