ગીધ ઉડી શક્તુ ન હોવાથી લોકોએ પાટા મારી પજવણી કરી…
ઊના – ગીધએ ગીર જંગલનું ઘરેણુ કહેવાય અને ગીધની વસ્તી ખુબજ ઓછી હોય તાજેતરમાં થોડા સમય પહેલા ગીધની વસ્તી
ગણતરી થયેલ તે વખતે નાઘેર પંથકના જંગલ વિસ્તારમાં ક્યાંક ગીધ જોવા મળ્યા ન હતા. ત્યારે આજે અચાનક બપોરના સમયે એક
પહાડી ગીધ બિમાર હાલતમાં તડ ગામના ફાટક પાસે રોડ પર બિમાર હાલતમાં જોવા મળ્યુ હતું. અને આ ગીધને જોઇ લોકોના
ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.
ગીધ છે એ માત્ર ગીર અને ગીરનાર વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે બપોરના સમયે તડ ગામના ફાટક પાસે એક પહાડી
મહાકાય ગીધ બિમાર હાલતમાં જોવા મળેલ હતું. અને ગીધ રસ્તા પર હોય અને ફક્ત હલન ચલન કરી શક્તુ હતું. પરંતુ ઉડી શક્તુ ન
હોવાથી લોકોએ જશાધાર મુકામે વનવિભાગની ટીમને જાણ કરેલ. અને વનવિભાગ ટીમ પોહચે તે પહેલા ત્યાં સ્થાનિક લોકો ગીધને
નિહાળવા ઉમટી પડ્યા હતા. અને ગીધને પગ મારી પજવણી કરી ખસેડતા હતા. બાદમાં વનવિભાગના ભાવિક સોલંકી તેમજ રેશ્ક્યુ
ટીમ ઘટના સ્થળે પોહચી હતી. અને બિમાર ગીધને રેશ્ક્યુ કરી પાંજરામાં પુરી જશાધાર એનિમલકેર સેન્ટરમાં ખસેડેલ છે. આ બાબત
વનવિભાગના ભાવિક સોલંકીને પુછતા તેમણે જણાવેલ કે આ પહાડી ગીધ હોય અને ગીર જંગલમાં વિહારતા જોવા મળતુ ગીધ
પક્ષી આકાશમાં લાંબીદૂરી પસાર થવાના કારણે ડીહાઇડ્રેટ થવાથી જમીન પર ઉતરી આવેલ તેમને વેટરનરી તબીબ દ્રારા સારવાર
આપી જંગલમાં છોડી મુક્ત કરવામાં આવશે.


