Gujarat

ઊનાના તલાટીકમ મંત્રી સામે ખોટી ફરીયાદ થયેલ તેને કોર્ટે નિર્દોષ ઠરાવી મુક્ત કર્યા..

ઊના શહેરમાં રહેતા શરદભાઇ ડાયાલાલ દવે તલાટી કમ મંત્રી તરીકે રામપરા તેમજ જાખરવાડા ગ્રામ પંચાયતમાં સને ૧૯૮૩ થી
સને. ૨૦૦૩ સુધી નોકરીમાં ફરજ બજાવી હતી. આ નોકરી સમય દરમ્યાન તેઓના હિતસત્રુઓ દ્રારા ખોટી માહીતી આપીને તેમની
સામે આઇ પી સી કલમ ૪૭૭ (ક), ૪૬૫, ૪૬૬, ૪૭૦, સને૨૧૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેનો
કેઇસ ઉના નામદાર અદાલતમાં તેમના સામે ફો.કે.નં.૩૮૭/૨૦૦૭થી ચાર્જશીટ તૈયાર થયેલ અને આ કેસ ચાલી જતાં ઉનાની નામ.
એડી. ચીફ. જ્યુ. કોર્ટના કે એન પટેલે ગત તા.૧૪ માર્ચ ૨૦૨૩ ના રોજની નિર્દોષ ઠરાવીને મુક્ત મુકવામાં આવેલ છે. આ કેઇસમાં
શરદભાઇ દવે તર્ફે તેમના વકીલ તરીકે એમ એ નકવી, તેમજ એમ એમ નકવી રોકાયેલા હતા. આ કેશના કામે માખરે સત્યની જીત
થયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *