Gujarat

ઊનાના નાથળ ગામ નજીક હિટએન્ડરનની ઘટના, કાર ચાલકે ત્રણને ઉડાડ્યા ગંભીર હાલતમાં..

ઊના પંથકમાં છાશવારે અકસ્માતની ઘટના વધી રહી હોય ઊના વેરાવળ હાઇવે નવો બન્યા પછી વાહન ચાલકો બેફામ બન્યા હોય
તેમ નાથડ ગામ નજીક અજાણ્યો કાર ચાલકે હિટએન્ડ રનમાં વૃધ્ધ મહીલા સહીત ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા બે ને હાથ પગ
માથામાં ગંભીર ઇજા પહોચી હતી. અને બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ ઉના સરકારી હોસ્પીટલ બાદમાં રાજકોટ, જુનાગઢ
રીફર કરવામાં આવેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના કાજલી ગામે રહેતા અને બાઇકમાં ફરી કરતા વાલજીભાઇ ઉકાભાઇ રાઠોડ તેમજ રંભુબેન
લક્ષ્મણભાઇ ઉ.વ.૬૦ રહે.બોડીદર અને દાનાભાઇ અરજણભાઇ પઢીયાર આ તમામ લોકો પોતાની અલગ અલગ બે બાઇક પર
જતા હતા. ત્યારે નાથળ ગામના બાયપાસ પાસે હાઇવે રસ્તા પર અચાનક અજાણ્યો કાર ચાલકે હિટએન્ડરન કરતા એક પછી એક બે
બાઇક ચાલકને હડફેટે લીધા હતા. જેમાં ત્રણેય વ્યક્તિઓને શરીરના હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અને
કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. અકસ્માત થતા રસ્તા પરથી વાહન ચાલકો એ તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮માં સારવાર
અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. આ અસ્માતમાં ઇજાગ્રસ્ત વાલજીભાઇને વધુ સારવાર માટે રાજકોટ તેમજ
વૃધ્ધ મહીલા રંભુબેનને જુનાગઢ રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદની
તજવિજ હાથ ધરેલ છે.

-અજાણ્યા-વાહન-ચાલકે-હડફેટે-લેતા-વૃધ્ધ-સહીત-ત્રણને-ઇજા-સારવાર-હેઠળ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *