Gujarat

ઊનાના રામેશ્વર ગામના પાટીયા પાસે અચાનક વિજપોલમાં શોર્ટસર્કિટથી ઝાડમાં આગ લાગી…

ઊનાના રામેશ્વર ગામના પાટીયા પાસે વિજપોલ પર અચાનક શોર્ટસર્કિટના થવાના કારણે પોલની આસપાસ બાવળના ઝાડમાં
તળખલા ખરતા આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આ વધુ વિકરાળન બને તે પહેલા ફાયરબ્રિગેડ દ્રારા આગ પર પાણીનો
છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આ ઘટના સમયે વિજપોલ નજીક દૂકાનને કોઇ નુકસાન નહીં. આગ બુજાવતા લોકોએ
રાહતનો શ્વાસ લીધો હતો.
ઊના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ રામેશ્વર ગામના પાટીયા પાસે વિજપોલમાં અચાનક શોર્ટસર્કિટના કારણે તળખલા ખરતા
નીચે બાવળના ઝાડ પર ખરતા આગ લાગી ગયેલ હતી. અને આગ ધીમેધીમે આગળ વધતા ત્યાથી પસાર થતા લોકોના નજરે પડતા
તાત્કાલીક ઉના નગર પાલીકા ફાયરબ્રિગેડને જાણ કરતા તેમનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયેલ હતો. અને આગ પર પાણીનો મારો
ચલાવી અડધો કલાકમાં આગને કાબુમાં લીધી હતી. જોકે આજુબાજુમાં બાવડના ઝાડ ઉગી નિકળ્યા હોય અને આગ વધુ વિકરાળ
સ્વરૂપ ધારણ ન કરે તે પહેલાજ આગને બુજાવી દેતા આ વિસ્તારના આસપાસના લોકોએ હાશકારો લીધો હતો. જોકે વિજપોલની
આસપાસ ફરતે ગાંડા બાવળના ઝાડ ઉગી નિકળ્યા હોય અચાનક ગમે ત્યારે વિજપોલ પર શોર્ટસર્કીટની ઘટના બને ત્યારે
આસપાસમા રહેલા ઝાડમાં આગ લાગી જતી હોય છે. ત્યારે પીજીવીસીએલની બેદરકારી સામે પણ લોકોમાં સવાલ ઉઠેલ અને આ
ઝાડને તાત્કાલીક કટીંગ કરી દૂર કરવા માંગણી ઉઠવા પામેલ છે.

-ગામના-પાટીયા-પાસે-અચાનક-વિજપોલમાં-શોર્ટસર્કિટથી-આગ-લાગી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *