Gujarat

ઊનાના સનખડા ગામે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો જેમાં ૮૦ વ્યક્તિઓએ લાભ લીધો..

ઊનાના સનખડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો હતો. આ ફ્રિ નિદાન કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિશલ્ક
ચેકપ તેમજ સારવાર કરાવવામાં આવી હતી. જેમાં ૮૦ થી વધુ લોકોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો. આ કેમ્પમાં હનુભા ગોહીલ
,આજુબાજુના ગામના લોકો આગેવાનો સહીત આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા..
આ કેમ્પમાં ડો. હિતેશ નાંડોળા એકબીબીએસ, એમ ડી દ્રારા અલગ અલગ તબીબોએ હદયરોગ, વાલ્વની તકલીફ, બ્લડપ્રેસર,
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઈરોડ મગજમાં લકવા, આંચકી, પેરેલીસીસ લિવરને લગતા રોગો જેવાકે ઝેરી કમળો, લિવર ફેઈલ,
લિવરમાં સોજો, પેટમાં પાણી ભરાવું, કિડનીને લગતા રોગો જેવા કે કિડની ફેઇલ,પથરી પેશાબમાં ઈન્ફેક્શન, ફેફસાને લગતા રોગો
જેવા કે દમ, અસ્થમા,ટીબી, ન્યુમોનિયા, ફેફસામાં પાણી ભરાવું, તાવ, મેલેરીયા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ચીકન ગુનીયા તથા તમામ
પ્રકારના તાવની સારવાર, સ્ત્રી રોગની સમસ્યા, પેટનો દુઃખાવો, ચિંતા, વિચારવાયુ, ગભરાહટ ચામડીને લગતી સારવાર ધાધર,
ખરજવુ, ખીલ, એલર્જી. સર્પદંશ, જેરી દવા, ફીનાઈલ, એસીડ, દાજીજવું, સાંધાદુઃખાવો જેવા રોગોનું ચેકએપ કરવામાં આવ્યુ હતું.

-ગામે-ફ્રિ-નિદાન-કેમ્પ-યોજાયો-જેમાં-૮૦-દર્દીઓએ-લાભ-લીધો-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *