Gujarat

ઊનાના સીમાસીની રૂપેણ નદીમાં રૂ.26.50 લાખના ખર્ચે ક્રોજવેનું ખાર્તમુહુર્ત ધારાસભ્ય હસ્તે કરાયુ…

ઊનાના સીમાસી ગામની રૂપેણ નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલ ન હોવાના કારણે ચોમાસા દરમ્યાન નદીમાં પુરની સ્થિતી સર્જાય
ત્યારે આજુબાજુના વિસ્તારના ખેડૂતો તેમજ વિદ્યાર્થી બાળકોને નદી વહેતા પાણી માંથી જીવના જોખમે પસાર થવુ પડતુ હતું. આ
અંગે આ વિસ્તારના ખેડુત લોકો તેમજ ગ્રામજનો દ્રારા રજુઆતો કરવામાં આવેલ હતી. આ બાબતે આ વિસ્તારના લોકોના હીતને
ધ્યાને રાખી સરકાર દ્રારા નદીમાં બેઠો કોઝવે પુલ મંજુર થતા પુલના નિર્માણ માટે ધારાસભ્ય હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું.
સીમાસી ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં બેઠો ક્રોજવે પુલ બનાવવા માટેની નરેગા યોજના હેઠળ આ પુલ રૂ. ૨૬.૫૦ લાખના
ખર્ચે મંજુર થયેલ હોય આ પુલના નિર્માણ માટે આજે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ
કાર્યક્રમમા તાલુકા પં.પ્રમુખના પ્રતિનિતી સામતભાઇ ચારણીયા, પુંજાભાઈ, યુસુફભાઈ જેઠવા ગામના સરપંચ, ઉપ સરપંચ, તલાટી
મંત્રી, તેમજ સીમાસી ગ્રામ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે આ નવો કોજવે પુલ
બનતા આ વિસ્તારના લોકોની સમસ્ય હલ થશે આથી આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી.

-માં-26.50-લાખનું-ક્રોજવે-નું-ખાત-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *