ઊના ગીરગઢડા પંથકમાં આંબાના બગીચા વધુ પ્રમાણમાં હોય ત્રણ વર્ષ તાઉતે વાવાઝોડામાં કેસર કેરીના આંબાના ઝાડને ભારે
નુકસાન થયુ હતું. અને એેક માસ પહેલા પડેલા કમોસમી વરસાદ અને કરાના કારણે અમુક ગામોમાં આવેલા આંબાના બગીચામાં
કેસર કેરીના પાકને ભારે નુકસાન થયેલ હતું. હાલ કેસર કેરીનું વહેચાણ બજારમાં શરૂ થઇ ગયેલ છે. અને લોકો પણ કેસર કેરીની
ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જોકે આણસાલ કેસર કેરીના એક કિલોના રૂ. ૧૨૦ થી ૧૩૦ હોય તેમજ ૧૦ કિલો બોક્ષના રૂ.
૧૧૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવ જોવા મળી રહ્યા હતા. જ્યારે ઉના શહેરની માર્કેટમાં આખા વર્ષ દરમ્યાન ફુટના વેપારી
ગુલાબભાઇ ઠક્કરે જણાવેલ કે હાલ આજુબાજુના ગામો માંથી તેમજ બહારથી પણ મંગાવીએ છીએ હજુ તો શરૂઆત થઇ છે. થોડા
દિવસ એટલેકે ચાર-પાંચ દિવસમાં બજારમાં ધોમ કેરીની આવક શરૂ થઇ જશે. હાલ કેસર કેરીની આવક શરૂ થતા લોકો કેસર કેરીની
ખરીદી કરતા બજારોમાં ઉમટી પડ્યા છે.