Gujarat

ઊનામાં ૭૦ ટકા લોકોએ કોરોનાની વેક્સીન બુસ્ટર ડોઝ લીધો, ૩૦ ટકા હજુ બાકી..

ઊના તાલુકામાં કોરોના વેક્સીનનો પહેલો બીજો ડોઝ સો ટકા પૂર્ણ થયેલ હોય પરંતુ બુસ્ટર ડોઝ ૩૦ ટકા બાકી હોય કોરોનાની
પહેલી બીજી લહેરે લોકોને ભારે હચમાવી દીધા હતા. અને અનેક લોકોના જીવ ગુમાવ્યા હતા. ત્યારે લોકોએ પેલો અને બીજો ડોઝ
લેવા ભારે પડાપડી સાથે લાંબી કતારો જોવા મળતી હતી. હાલ લોકોએ કોરોનાની વેક્સીનનો ડોઝ પ્રથમ અને બીજો શહેર અને
તાલુકામાં સો ટકા પૂર્ણ થઇ ગયેલ છે. ત્યાર બાદ ત્રીજો ડોઝ ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકોને આપવામાં આવી રહી છે. હાલ ઉના
શહેરમાં બુસ્ટર ડોઝ ૩૦ ટકા લોકોએ હજુ લીધેલ નથી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ ટકા બાકી રહ્યા છે. તેમજ ગીરગઢડામાં ૧૪
ટકા બાકી તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ ટકાજ બાકી હોય જેથી હાલ બુસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ છે ત્યારે ત્રીજો ડોઝ લઇ
લેવા આરોગ્ય વિભાગ દ્રારા જણાવેલ છે. આમ ઉના શહેર તાલુકામાં ૩૦ ટકા લોકો બાકી રહ્યા છે. તો બીજી તરફ ગીરગઢડા
તાલુકામાં ૧૦ ટકા લોકોજ બાકી છે. આમ ૧૮વર્ષથી વધુ ઉમરના બાકી રહેલા લોકોએ બુસ્ટર ડોઝ લેવા બ્લોક હેલ્થ ઓફીસર
ડો.ડુમાતરે જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *