Gujarat

ઊના ગીરગડા પંથકમાં કમોસમી વરસાદથી થયેલ ખેતી અને બાગાયતી પાક નુકશાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા માંગ…

ઊના ગીરગઢડડા પંથકમાં રવિવારે બપોર બાદ પડેલા ભારે પવન, કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે
બાગાયતી ખેતી પાકો, ઉનાળુ પાક સહીતના વિવિધ પાકોને તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારના માછીમારોને ભારે નુકસાન થયેલ હતું.
અને આ બાબતે તમામ ગ્રામ વિસ્તારના સરપંચ પ્રતિનીધી, આગેવાનો, ખેડૂતો, દ્રારા આવેદન પત્ર પાઠવી નુકસાનીનો સર્વે કરી
આર્થીક સહાય ચુકવવામાં માંગ કરી હતી. ત્યારે આ બાબતે જીલ્લા ભાજપના પૂર્વ મંત્રી પ્રકાશભાઇ ટાંકે તેમજ ભડીયાદરના
નરેશભાઇ સોલંકીએ ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી તાત્કાલીક સહાય ચુકવવા મુખ્ય મંત્રીને રજુઆત કરેલ છે..
આ બાબતે ખેડૂતોના હિતમાં જીલ્લા ભાજપના પૂર્વ મંત્રી પ્રકાશભાઇ ટાંકે રાજ્યના મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી હતી કે ઊના
પંથકમાં તા. ૧૯ માર્ચ ૨૦૨૩૨ ના રોજ ભરઉનાળે ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદ પડતા કેસર કેરી જેવા વાર્ષીક એકજ
વાર ઉત્પાદન આપતા આંબાના બગીચા અને બાગાયતી તેમજ તલ, ચણા, ડુંગરી, ઘઉં, બાજરી, ઘાસચારો સહીતના પાકોને થયેલ
નુકસાનીનો સત્વરે સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી જીલ્લા ભાજપના પૂર્વ મંત્રીએ મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી
છે..
તેમજ ભડીયાદરના નરેશભાઇ સોલંકીએ પણ રાજ્યના મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી જેમાં જણાવેલ હતુ કે કમોસમી વરસાદ
પવન સાથે બરફની હિમ વર્ષા વરસ્યો તેના કારણે ભડીયાદર ગામના પણ અતિ ભારે વરસાદ પડવાથી તલ, ચણા, ડુંગળી, ઘઉં,
બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. તેમજ ખેડૂતોની ગાય માટે ઘાસચારો પણ રહ્યો નથી, ખેડૂત સાવ નિરાધાર અને પાયમાલ થઇ
ગયેલ હોય આથી પાકને નુકસાન થયેલ તમામ ખેડૂતોનો સર્વે કરી તાત્કાલીક સહાય આપવા માંગ કરી હતી. અને જો તાત્કાલીક
સહાય આપવામાં નહી આવેતો છેલ્લા બે દિવસમાં ભડીયાદરના તમામ ખેડૂત ઉપવાસ આંદોલન પર ઉતરશું અને જરૂર પડે તો
આત્મ વિલોપન પણ કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *