Gujarat

એથ્લેટીક્સ, રસ્સાખેંચ, યોગાસન, ચેસ સહિત વિવિધ રમતોમાં કુલ ૧૦૮ સીનિયર સિટિઝન બહેનોએ બતાવ્યું કૌવત

 સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઇ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરીવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ કચેરી દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષા સીનીયર સિટીઝન બહેનો (60 વર્ષથી ઉપર) માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તાજેતરમાં સરસ્વતી વિદ્યાલયવેરાવળ ખાતે યોગાસન અને ચેસ સ્પર્ધા અને સોમનાથ ડી.એલ.એસ.એસ. સ્કુલ, કોડીનાર ખાતે એથ્લેટીક્સ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેલો ઈન્ડિયા અંતર્ગત યોજાયેલ રમતોત્સવમાં જિલ્લામાંથી એથ્લેટીક્સમાં ૪૨, રસ્સાખેંચમાં ૩૨, યોગાસનમાં ૨૬, અને ચેસમાં ૮ બહેનો એમ કુલ ૧૦૮ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતા બહેનો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કાનજી ભાલીયા, ટેકનીકલ મેનેજર શ્રી નરેશ ગોહિલ તથ જિલ્લાના વ્યાયામ શિક્ષકો, તમામ કોચ અને ટ્રેનર્સે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *