Gujarat

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.406નો ઉછાળો

સોનાના વાયદામાં રૂ.17 અને ચાંદીમાં રૂ.41ની સીમિત રેન્જમાં નરમાઈઃ કોટન-
ખાંડી વાયદામાં સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં
રૂ.8,075 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 15943.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ

વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,08,473 સોદાઓમાં કુલ રૂ.24,037.93 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,075.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
15943.33 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,044 સોદાઓમાં રૂ.5,343.07 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,610 અને નીચામાં રૂ.59,040 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 ઘટી રૂ.59,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.100 વધી રૂ.47,419 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,872ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.53 વધી રૂ.59,367ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,811ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.72,261 અને નીચામાં રૂ.71,437 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.41 ઘટી રૂ.72,177 ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.25 ઘટી રૂ.72,070 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.28 ઘટી
રૂ.72,050 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,637 સોદાઓમાં રૂ.,746.96 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.778.05ના ભાવે ખૂલી, રૂ.0.50 વધી રૂ.780.05 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.20 વધી રૂ.211.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.35 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30
વધી રૂ.211.20 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.182.15 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.20 વધી
રૂ.257.45 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 50,575 સોદાઓમાં રૂ.1,972.06 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,640
અને નીચામાં રૂ.6,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.406 વધી રૂ.6,605 બોલાયો હતો, જ્યારે ક્રૂડ

તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.407 વધી રૂ.6,605 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.179ના ભાવે ખૂલી, રૂ.10 ઘટી રૂ.173.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 9.7 ઘટી
174.3 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.93 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,500 અને
નીચામાં રૂ.62,020 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.62,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.70 ઘટી રૂ.999.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,734.45 કરોડનાં
4,597.855 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,608.62 કરોડનાં 363.053 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,179.15 કરોડનાં 17,94,790 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.792.91 કરોડનાં 4,52,12,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.156.82 કરોડનાં 7,441 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.49.85 કરોડનાં 2,741 ટન તાંબાના વાયદાઓમાં રૂ.343.73 કરોડનાં 4,413 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.196.56 કરોડનાં 7,651 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.9 કરોડનાં 1,440 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.93 કરોડનાં 39.24 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,988.189 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 836.495 ટન, તાંબાના વાયદાઓમાં 10,277.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 18,328 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,852 ટન તથા જસત અને જસત-મિનીમાં
14,747 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,94,520 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,31,60,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,432 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 315.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.19.58 કરોડનાં 243 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 458 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,036
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,205 અને નીચામાં 16,036 બોલાઈ, 169 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 23 પોઈન્ટ વધી
16,194 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 15943.33 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 821.4 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 438.21 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 13756.91 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 926.68
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 363.92 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.69ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.225 અને નીચામાં રૂ.69 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.154.70 વધી રૂ.218.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.60 ખૂલી, ઉપરમાં રૂ.12.90 અને નીચામાં
રૂ.11.50 રહી, અંતે રૂ.5.05 ઘટી રૂ.12.30 થયો હતો.
સોનું મે રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.277ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.368 અને નીચામાં રૂ.233 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24 વધી રૂ.355 થયો હતો, જ્યારે

સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં
રૂ.620 અને નીચામાં રૂ.350 રહી, અંતે રૂ.47 વધી રૂ.601.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.650ના ભાવે ખૂલી, રૂ.176.50
ઘટી રૂ.721 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,600ના
ભાવે ખૂલી, રૂ.90 ઘટી રૂ.1,553 થયો હતો. સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ દીઠ જસત એપ્રિલ રૂ.255 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.6 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.214.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.214.90 અને નીચામાં રૂ.164.90 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.216.30 ઘટી રૂ.170.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.170 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.30 ખૂલી, ઉપરમાં રૂ.13.05 અને નીચામાં રૂ.10.30
રહી, અંતે રૂ.3.25 વધી રૂ.12.55 થયો હતો.
સોનું મે રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.340 અને નીચામાં રૂ.254 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.262.50 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.242 ખૂલી, ઊપરમાં
રૂ.270 અને નીચામાં રૂ.191.50 રહી, અંતે રૂ.29.50 ઘટી રૂ.202.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,345ના ભાવે ખૂલી, રૂ.159.50
ઘટી રૂ.1,167.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.999ના ભાવે ખૂલી, રૂ.90 ઘટી રૂ.762.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *