કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.96,341 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવરઃ ક્રૂડ
તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.88,308 કરોડનાં નોંધપાત્ર ઊંચા કામકાજઃ બુધવારે સોનાનો
વાયદો રૂ.588 અને ચાંદીનો વાયદો રૂ.932 ગબડ્યોઃ ક્રૂડ તેલ પણ ઢીલુઃ કપાસનો વાયદો 20
કિલોદીઠ રૂ.35 ઘટ્યો, જ્યારે કોટન ખાંડીનો વાયદો ખાંડીદીઠ રૂ.220 સુધર્યો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,907 સોદાઓમાં કુલ રૂ.27,412.35 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10566.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16806.92
કરોડનો હતો.
દરમિયાન, મંગળવાર, 14 ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં
રૂ.1,22,774.32 કરોડનું ઐતિહાસિક ઊંચું દૈનિક ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર કોમોડિટી
વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.96,341.24 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર પણ જોવા મળ્યું હતું તેમ જ ક્રૂડ
તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.88,308.98 કરોડનાં નોંધપાત્ર ઊંચા કામકાજ નોંધાયાં હતાં. જે દર્શાવે છે કે હેજરો
અને ટ્રેડરોનો કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ બુલડેક્સમાં કામકાજનો રસ વધી રહ્યો છે.
બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,690
સોદાઓમાં કુલ રૂ.7,292.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો
10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,666ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,674 અને નીચામાં
રૂ.56,083ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.588 ઘટી રૂ.56,162ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-
ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.349 ઘટી રૂ.44,780 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39
ઘટી રૂ.5,538ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,634ના ભાવે ખૂલી, રૂ.523 ઘટી
રૂ.56,156ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.66,086ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,086 અને નીચામાં રૂ.65,184ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ. 932 ઘટી રૂ.65,319ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 827 ઘટી
રૂ.65,629 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.803 ઘટી રૂ.65,646 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,218 સોદાઓમાં રૂ.1,589.73 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.212.85 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.4.35 ઘટી
રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.8 ઘટી રૂ.770.15 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.0.70 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,586 સોદાઓમાં કુલ રૂ.1,672.76 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,528ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,534 અને
નીચામાં રૂ.6,434ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.68 ઘટી રૂ.6,498 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.40 ઘટી રૂ.213.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 124 સોદાઓમાં રૂ.12.21 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ
એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,595 બોલાઈ રહ્યો હતો. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,380 અને નીચામાં રૂ.63,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.220 વધી રૂ.64,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60
વધી રૂ.996.20 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,029.01 કરોડનાં
7,152.324 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,263.17 કરોડનાં 494.486 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.954.10 કરોડનાં 14,69,600 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.719 કરોડનાં 33552500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.8.01 કરોડનાં 1248 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.17 કરોડનાં 41.76 ટનના વેપાર થયા
હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,247.628 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 953.731 ટન, ક્રૂડ તેલમાં 701800 બેરલ અને નેચરલ ગેસમાં 50907500
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 5184 ખાંડી, મેન્થા તેલમાં 412.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.38.55 કરોડનાં
502 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,435ના સ્તરે ખૂલી, 155 પોઈન્ટ ઘટી 15,305ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.16,806.92 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,050.03 કરોડ, ચાંદી
તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.533.73 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના
ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13,659.12 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ
ઓપ્શન્સમાં રૂ.1,563.65 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 190.33 કરોડનું થયું
હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.60.20 ખૂલી, ઊપરમાં રૂ.67 અને નીચામાં રૂ.19 રહી, અંતે રૂ.57.90 ઘટી રૂ.38.50 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.90 ખૂલી,
ઊપરમાં રૂ.12.75 અને નીચામાં રૂ.10.10 રહી, અંતે રૂ.0.30 ઘટી રૂ.12.05 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.648 ખૂલી, ઊપરમાં રૂ.648 અને નીચામાં રૂ.379 રહી,
અંતે રૂ.179 ઘટી રૂ.405.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.890 ખૂલી, ઊપરમાં રૂ.890 અને નીચામાં રૂ.525 રહી, અંતે રૂ.370.50 ઘટી રૂ.612 થયો હતો. સોનું-
મિની ફેબ્રુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.232 ખૂલી, ઊપરમાં
રૂ.232 અને નીચામાં રૂ.102.50 રહી, અંતે રૂ.141 ઘટી રૂ.115.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.32.50 ખૂલી, ઊપરમાં રૂ.82.90 અને નીચામાં રૂ.31.60 રહી, અંતે રૂ.10.50 વધી રૂ.42.20
થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.8.80 ખૂલી, ઊપરમાં રૂ.10.35 અને નીચામાં રૂ.8.05 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.8.90 થયો હતો. સોનું માર્ચ
રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.391 ખૂલી, ઊપરમાં રૂ.587.50 અને
નીચામાં રૂ.371 રહી, અંતે રૂ.208 વધી રૂ.561 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.411.50 ખૂલી, ઊપરમાં રૂ.745.50 અને નીચામાં રૂ.411.50 રહી, અંતે રૂ.299 વધી
રૂ.712 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.159
ખૂલી, ઊપરમાં રૂ.263 અને નીચામાં રૂ.156 રહી, અંતે રૂ.96 વધી રૂ.242 થયો હતો.
