આજરોજ એમ.ડી.આઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય માં છોટાઉદેપુર જિલ્લામાં સૌપ્રથમ વાર શિક્ષણની સાથે સાથે વ્યવસાયિક જ્ઞાન મળે તે હેતુથી મેગાફન ફેરનું આયોજન કરવામા આવ્યું, જેમાં 80 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા .જેમાં અવનવી વાનગીઓ,અલગ અલગ ગેમ સ્ટોલ,જ્ઞાન સાથે ગમ્મતના સ્ટોલ,વિવિધ ચટપટી વાનગીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા.સમગ્ર બોડેલી ગામ અને આસપાસ ના ગામ ના લોકો ઉપસ્થિત રહ્યા અને વિવિધ વાનગીઓ ની જયાફત માણી. સાથે શાળા દ્વારા પ્રોજેક્ટર પર વર્ષ દરમિયાન શાળાની પ્રવૃત્તિઓ, શાળાની સિધ્ધિઓ નું નિદર્શન કરવામાં આવ્યું.ગામના લોકો શાળાની પ્રગતિ જોઈ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.અને શાળા દિનપ્રતિદિન પ્રગતિ કરે તેવા વડીલોએ આશીર્વાદ આપ્યા.આ તકે શાળાના ટ્રસ્ટીમંડળે શાળાના શિક્ષકો અને સમગ્ર પરિવારને અભિનંદન આપ્યા આજે બોડેલી એમડીઆઇ સ્કૂલ અને ખત્રી વિદ્યાલય માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે 6:00 વાગ્યા પછી ફૂડ નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 કરતા વધુ ફૂડ વાનગીઓના વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા વિવિધ વાનગીઓની મજા માનવા માટે ખૂબ મોટી સંખ્યામાં એમડીઆઇ સ્કૂલના ગ્રાઉન્ડ પર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વાનગીઓનો આનંદ માન્યો હતો
સ્કૂલના આયોજન તરફથી પણ ફૂડ ફનફેરનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોએ વિવિધ સ્ટોલ મૂકીને અનેક અનેક વાનગીઓ લોકો માટે મૂકવામાં આવી હતી અને ખૂબ ઉત્સાહથી લોકો ત્યાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ અને બોડેલી નગરના લોકોએ ફૂડ ફનફેરનો આનંદ માણ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


