સોના-ચાંદીના વાયદાઓમાં સીમિત સુધારોઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ
કોટન-ખાંડીનો વાયદો રૂ.340 ઘટ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6587 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.
7703 કરોડનું ટર્નઓવર
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,31,473 સોદાઓમાં કુલ રૂ.14,306.10 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6586.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 7702.57
કરોડનો હતો. 20 ફેબ્રુઆરીને સોમવારથી નવા શરૂ થયેલા એલ્યુમિનિયમ-મિનીના વાયદામાં કામકાજના પ્રથમ
દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્ર સુધીમાં 304 સોદાઓમાં રૂ.6.78 કરોડનાં 316 ટનના વોલ્યુમ સાથે
ઓપન ઈન્ટરેસ્ટ 88 ટનના સ્તરે નોંધાયો હતો. એલ્યુમિનિયમ-મિનીનો વાયદો 30 પૈસા સુધરીને રૂ.214.60ના
સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,629 સોદાઓમાં કુલ રૂ.3,524.66 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,209ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,345 અને નીચામાં રૂ.56,201 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.41 વધી રૂ.56,298ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.44,812 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,523ના ભાવે પહોંચ્યો
હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,194ના ભાવે ખૂલી, રૂ.39 વધી રૂ.56,271ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,933ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.65,950 અને નીચામાં રૂ.65,501 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 19 વધી
રૂ.65,650 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 23 વધી રૂ.65,868 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3 ઘટી રૂ.65,849 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,168 સોદાઓમાં રૂ.1,688.62 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.212.25 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.90 વધી
રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.776.20 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.1.50 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,973 સોદાઓમાં કુલ રૂ.1,341.90 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,390ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,428 અને
નીચામાં રૂ.6,377 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.78 વધી રૂ.6,395 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.70 વધી રૂ.186.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 412 સોદાઓમાં રૂ.31.40 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,380 અને નીચામાં
રૂ.62,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 ઘટી રૂ.62,880ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 ઘટી રૂ.1010.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,535.30 કરોડનાં
2,726.720 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,989.36 કરોડનાં 300.364 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.459.87 કરોડનાં 7,18,000 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.882 કરોડનાં 46887500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.17.59 કરોડનાં 2784 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.13.81 કરોડનાં 135.72 ટનના વેપાર
થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,268.181 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 899.675 ટન, ક્રૂડ તેલમાં 670300 બેરલ અને નેચરલ ગેસમાં 66862500
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 8256 ખાંડી, મેન્થા તેલમાં 390.24 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.16.95 કરોડનાં 221
લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,263ના સ્તરે ખૂલી, 14 પોઈન્ટ વધી 15,336ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,702.57 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.234.16 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.531.42 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,331.85 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,604.34
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 203.70 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.220.10 ખૂલી, ઊપરમાં રૂ.228.90 અને નીચામાં રૂ.210.10 રહી, અંતે રૂ.24.40 વધી રૂ.216.30 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.65
ખૂલી, ઊપરમાં રૂ.5.65 અને નીચામાં રૂ.2.40 રહી, અંતે રૂ.0.10 ઘટી રૂ.4.75 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી
રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.243.00 ખૂલી, ઊપરમાં રૂ.412.50 અને
નીચામાં રૂ.237.50 રહી, અંતે રૂ.80.50 ઘટી રૂ.288.50 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.349.50 ખૂલી, ઊપરમાં રૂ.380.00 અને નીચામાં રૂ.347.00 રહી, અંતે
રૂ.5.50 વધી રૂ.369.00 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ
10 ગ્રામદીઠ રૂ.10.00 ખૂલી, ઊપરમાં રૂ.22.50 અને નીચામાં રૂ.7.50 રહી, અંતે રૂ.8.00 વધી રૂ.17.00 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.295.00 ખૂલી, ઊપરમાં રૂ.295.00 અને નીચામાં રૂ.251.60 રહી, અંતે રૂ.43.00 ઘટી રૂ.268.60 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.4.15 ખૂલી, ઊપરમાં રૂ.5.95 અને નીચામાં રૂ.2.95 રહી, અંતે રૂ.0.60 ઘટી રૂ.3.55 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી
રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.150.00 ખૂલી, ઊપરમાં રૂ.300.00 અને
નીચામાં રૂ.132.00 રહી, અંતે રૂ.49.00 ઘટી રૂ.224.00 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.486.00 ખૂલી, ઊપરમાં રૂ.519.00 અને નીચામાં રૂ.470.00 રહી, અંતે કોઈ
ફેરફાર વગર રૂ.488.00 થયો હતો. સોનું-મિનીફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ
10 ગ્રામદીઠ રૂ.108.50 ખૂલી, ઊપરમાં રૂ.123.00 અને નીચામાં રૂ.80.00 રહી, અંતે રૂ.7.50 ઘટી રૂ.106.50 થયો
હતો.
