Gujarat

ઓરસંગ નદીના વિસ્તારમાં પ્રવેશ, ખોદકામ અને વાહનોની અવરજવર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, નસવાડી, સંખેડા, જેતપુર-પાવી તથા છોટાઉદેપુર તાલુકામાં સાદી રેતી ખનીજની લીઝો આવેલી
છે. ઓરસંગ, ભારજ, એની તથા હેરણ જેવી મુખ્ય નદીઓ તેમજ અન્ય તમામ સહાયક નદીઓને લાગુ પડતા સિંચાઇના બંધો,
ફ્રેંચ વેલ, ઇરોઝન સ્ટ્રકચર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજય ધોરીમાર્ગ, જિલ્લા અને તાલુકા માર્ગ પર આવેલા પુલો, રેલ્વેલાઇન પર
આવેલા પુલો, પરકોલેશન વેલ અને નદી કાંઠે આવેલ સિંચાઇના કુવાઓની નજીકમાં સાદી રેતીના ખોદકામના કારણે ઉપરોક્ત
જણાવેલ સ્ટ્રક્ચરોને નુકશાન થવાની શક્યતા રહેલી છે.
સાદી રેતી ખનીજના તમામ લીઝ/ પરમીટ પરવાના ધારકો તથા સાદી રેતી ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ઇસમોને
આથી નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સિંચાઇના બંધો, ફ્રેંચ વેલ,
ઇરોઝન સ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પુલથી ૫૦૦ મીટરની અંદર ખોદકામ કરવાનું રહેશે નહીં. અને રાજય
ધોરીમાર્ગ, જિલ્લા અને તાલુકા માર્ગ પર આવેલા પુલ, રેલ્વે લાઇન પર આવેલા પુલ, પરકોલેશન વેલ અને નદી કાંઠે આવેલા
સિંચાઇના કુવાઓથી ૨૦૦ મીટરની અંદર ખોદકામ કરવાનું રહેશે નહીં.
જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૩(૧) હેઠળ મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર
જીલ્લામાં પસાર થતી મોજે.અલ્હાદપુરા, તા.બોડેલી
ખાતે ઓરસંગ નદી પર આવેલ નર્મદા મુખ્ય નહેર સાંકળ ૪૮.૫૯૦ કી.મીના એક્વેડકટના ઉપરવાસ અને નીચવાસમાં ૫૦૦
મીટરના અંતરમાં સાદી રેતી ખનીજના તમામ લીઝ/ પરમીટ પરવાના ધારકો તથા સાદી રેતી ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલા
તમામ ઇસમોને તેમજ અન્ય સામાન્ય વ્યક્તિઓને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
છે.
(૧) મોજે.અલ્હાદપુરા, તા.બોડેલી ખાતે ઓરસંગ નદી પર આવેલ નર્મદા મુખ્ય નહેર સાંકળ ૪૮.૫૯૯૦ કી.મીના એક્વેડકટથી
૫૦૦ મીટરની અંદર ઉપવાસ તથા ૫૦૦ મીટરની અંદર નીચવાસમાં ખોદકામ – વહન કરવાનું રહેશે નહી.
(૨) મોજે.અલ્હાદપુરા, તા.બોડેલી ખાતે ઓરસંગ નદી પર આવેલ નર્મદા મુખ્ય નહેર સાંકળ ૪૮.૫૯૦ કી.મીના એકવેડકટથી
૫૦૦ મીટરની અંદર ઉપરવાસ તથા ૫૦૦ મીટરની અંદર નીચવાસમાં તપાસણી ટીમ કે સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે
સમારકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સિવાય કોઈપણ વ્યક્તિઓ માટે પ્રવેશ નિષેધ રહેશે.
(૩) પ્રતિબંધ હેઠળના વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાયના કોઈપણ વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ
છે.
આજથી આ જાહેરનામાંની અમલવારી ગુજરાત ગૌણ ખનિજ છુટછાટ નિયમ-૨૦૧૭ના નિયમ-૮૪ અને સરકારશ્રીના ઉધોગ
અને ખાણ વિભાગના પરિપત્ર ક્રમાંક: પીઆઇએલ/૨૦૧૧/એચસી-૧૪(૬)/છ, તા.૨૭/૧૨/૨૦૧૨ તેમજ તા.૨૦/૦૧/૨૦૧૪
વાળા પરિપત્રની જોગવાઇઓ ચુસ્તપણે અમલમાં રહેશે.
મોજે.અહાતપુરા, તા.બોડેલી, જિ.છોટાપુર ખાતે ઓરસંગ નદી પર આવેલ નર્મદા મુખ્ય નહેર સાંકળ ૪૮.૫૯૦ કિ.મીના
ઍક્વેડકટથી ૫૦૦ મીટરની અંદર ઉપરવાસ તથા ૫૦૦ મીટરની અંદર નીચવાસનો જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હકુમત હેઠળનો સમગ્ર
વિસ્તારમાં આ અમલવારી લાગુ રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-
૧૮૮ મુજબ તથા ગુજરાત ગૌણ ખનિજ છુટછાટ નિયમ-૨૦૧૭ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ,
ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230607-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *