Gujarat

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો               

 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તેમજ વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
               શાળાનાં આચાર્ય રમેશ પટેલ સહિત ઉપશિક્ષિકા ધર્મિષ્ઠા પટેલ, ભક્તિ પટેલ, નીતા પટેલ તથા જશુ પટેલે બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
               આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત અને સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાનાં આચાર્ય રમેશ પટેલે વિદાય લેતાં બાળકોની સ્મૃતિ ભેટ સહર્ષ સ્વીકારી તેમને આશીર્વચનો પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230414-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *