Gujarat

કઠલાલનાં કપડવંજ ફાટક પાસે બંધ પડેલ ટ્રકમાં સ્કૂટર અથડાતા બે ઇજાગ્રસ્ત.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ-કપડવંજ રોડ ઉપર રેલવે ફાટક પાસે  વહેલી સવારે રોડ ઉપર એક બંધ પડેલ ટ્રક નંબર જી.જે.૦૩.બી.ડબ્લ્યુ.૧૩૬૧ જેણે તેની ટ્રક રોડ ની વચ્ચે કોઈપણ જાતની આડસ કે લાઈટ વગર રોડની વચ્ચે ઊભી કરેલ હતી.
તે દરમિયાન વહેલી સવારે કપડવંજ તરફથી નડિયાદ જતા હેમાંગીબેન મિશ્રા અને તેઓના ભાઈ મહિપત કુમાર દવે આ બંધ પડેલ ટ્રકમાં ટી.વી.એસ.જયુપીટર નંબર  જી.જે.૦૭ સી.ઇ.૯૭૬૩ .સ્કૂટર સાથે પાછળ થી અથડાતા હેમાંગીબેન મિશ્રા તથા મહિપત કુમાર દવે ને ડાબા હાથે અને દાઢીના ભાગે ઇજાઓ પહોંચતા કઠલાલ ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે કઠલાલ પોલીસ દ્વારા ફરિયાદ નોધી તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *