Gujarat

કઠલાલની સાત વર્ષની બાળાએ પવિત્ર રમઝાન  (એક માસ) ૩૦ દિવસનાં રોઝા રાખ્યાં.

મકસુદ કારીગર,કઠલાલ
રમઝાન શરીફ નો આખો મહિનો આ ત્રીસે-ત્રીસ દિવસ મુસ્લિમ ની ભુખ,પ્યાસ સંયમ, સહનશીલતા,રાત ની ઇબાદતો,ક્લામે પાક ની તિલાવત આ બધામાં પોતાના માલિકે હકીકી પ્રત્યે એની અદમ્ય મહોબ્બત અને પોતાની ખામીઓ,ભૂલો,ગફલતો માટે માફી ની ચાહના નું રમઝાન માસ માં ખાસ મહત્વ છે.રોજાનો અર્થ ફક્ત ભૂખ્યા રહેવાનો જ નથી, પરંતુ નમાઝ પઢવી, કુરાન પઢવી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, રોઝો ખોલાવવો અને દાન કરવું વગેરે પણ જરૂરી છે. રોઝાના દિવસે વ્યક્તિને ભૂખ્યા અને પાણી પીધા વગર રહેવું પડે છે. ઇસ્લામ ધર્મમાં ચાંદનું મહત્વ સૌથી વધુ હોય છે, જે અલ્લાહનું અસ્તિત્વ અને જ્ઞાન દર્શાવે છે. રમઝાન મહિને રોઝો રાખીને વ્યક્તિ ભૂખ્યાની ભૂખ અને તરસ્યાની તરસનું મહત્વ ખૂબ સારી રીતે સમજી શકે છે. રમઝાનમાં રોઝા કેવી રીતે કરાય છે.આનું ઉત્તમ ઉદાહરણ એટલે કઠલાલ શહેરની દસ્તગીર સોસાયટીમાં રહેતા ચૌહાણ ફિરોઝભાઈ નબીમિયાં ની સાત વર્ષની દીકરી લુબના બાનું જેણે પવિત્ર રમઝાન માસ ના તમામ ૩૦ દિવસના  રોઝા રાખી દીવસ દરમ્યાન સતત ૧૪ કલાક સુધી ભુખ્યા તરસ્યાં રહી ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે ધૈર્ય અને સંયમ શું છે તેની શીખ આપી. ૩૦ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી છે. જ્યારે રમઝાનમાં રોઝા અલ્લાહની ઇબાદત સમાન મનાય છે.

IMG-20230421-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *