મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ કચ્છ કડવા પાટીદાર વાડી ખાતે સિનીયર સીટીઝન ક્લબ પરિવાર ની સામાન્ય કઠલાલ- કપડવંજના ધારાસભ્ય રાજેશભાઇ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ. સભાની શરૂઆત દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું.ત્યારબાદ કઠલાલ પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ બાબતે કઇ રીતે જાગૃત અને સચેત રહેવું જોઈએ તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને સ્વાસ્થ્ય બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત મહેમાનો નું સાલ ઓઢાડી ને પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત સમ્માન કરાયું હતું.
સામાન્ય સભામાં ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,કઠલાલ પોલીસ સ્ટાફ, પરષોત્તમ ભાઈ પટેલ,રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ,બીપીનભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ,ગોપાલભાઈ પટેલ,મિતેશ ભાઈ શાહ,આર.જે.પટેલ ,અરવિંદભાઈ શર્મા સહિત સિનીયર સીટીઝન ક્લબના સભ્યો અને વડીલો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

