Gujarat

કઠલાલ કોકાભાઈ સ્ટેડિયમ ખાતે કઠલાલ ભાજપ સંગઠન અને જનજાગૃતિ અભિયાન દ્વારા નમો અગેઇન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ભવ્ય શરૂઆત કરવામાં આવી

કઠલાલ કોકાભાઈ સ્ટેડિયમ ખાતે કઠલાલ ભાજપ સંગઠન અને જનજાગૃતિ અભિયાન દ્વારા નમો અગેઇન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ભવ્ય શરૂઆત કરવામાં આવી.કઠલાલ ભાજપ સંગઠન,નગરપાલિકા સભ્યો તેમજ ગામના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી.ટુર્નામેન્ટનું આયોજન હર્ષદભાઈ પટેલ, જોય શાહ, દિવ્યેશ પંચાલ,સચિન જોશી સહિત ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં 38 જેટલી ટીમોએ ભાગ લીધો છે અને વિનર, રનર અને મેન ઓફ ધ મેચ સહિત ખેલાડીઓને કપ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230427-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *