Gujarat

કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને વર્કઓર્ડર આપવામાં આવ્યા.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે પીઠાઈ,બગડોલ,જમણી,કાણીયેલ,કાલેતર, કઠાણા,અભરીપુર,ઘોઘાવાડા,ભાટેરા સહિત અન્ય ગામોના પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના હેઠળ મંજૂર કરેલ ૧૬૮ જેટલા લાભાર્થીઓને વર્કઓર્ડર ઓર્ડર આપવામાં આવ્યા.
જેમાં ઉપસ્થિત લાભાર્થી ઓને આવાસ યોજના હેઠળ મળવા પાત્ર હપ્તા ની વિગતો,કઈ રીતે બાંધકામ કરવું તેમજ અન્ય બાબતો વિશે સમજૂતી આપી માહિતગાર કરી ચર્ચા વિચારણા કરવામાં આવી.
જેમાં કઠલાલ તાલુકા વિકાસ અધિકારી જબુકાબેન કોટડીયા,ગોવિંદભાઇ પરમાર,બુધાભાઈ પરમાર,તાલુકા પંચાયતના અધિકારીઓ,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *