મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગર ના નળાનાઢાળ ખાતે વૈજનાથ મહાદેવ અને અંબે માતાજીનો પાટોત્સવ યોજાયો. આ પાટોત્સવ કાર્યક્રમમાં શાસ્ત્રોત વિધિ મુજબ હવન અને પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહાદેવજી અને માતાજીના પાટોત્સવની ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી મહાદેવજી તથા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.


